Viral Story: ‘મન હોય તો માળવે જવાય’ કહેવતને ભારતના પહેલાં વ્હીલચેર ‘ફૂડ ડિલિવરી બોય’ એ કરી સાર્થક

સામાન્ય રીતે લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે વિકલાંગ લોકો જીવનમાં કશું કરી શકતા નથી, પરંતુ જે વ્યક્તિની વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ (Viral Story) રહી છે, તેણે સંજોગો સાથે સમાધાન કર્યા વિના આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે. અન્ય વિકલાંગ લોકોને પણ પ્રેરણા આપે છે.

Viral Story: 'મન હોય તો માળવે જવાય' કહેવતને ભારતના પહેલાં વ્હીલચેર 'ફૂડ ડિલિવરી બોય' એ કરી સાર્થક
wheelchair food delivery boy Ganesh murugan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 8:29 AM

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જો હિંમત હોય તો વ્યક્તિ જ્યાં ઇચ્છે ત્યાં પહોંચી શકે છે, પરંતુ સમસ્યા એ છે કે દરેક વ્યક્તિમાં આ હિંમત હોતી નથી. લોકો જીવનમાં કંઈ પણ કરતા પહેલા હાર માની લે છે, પરંતુ જે લોકોમાં હિંમત હોય છે, આત્મવિશ્વાસ હોય છે, તેઓ દરેક પડકારને પાર કરી લે છે. આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર આવા જ એક વ્યક્તિની વાત વાયરલ (Viral Story) થઈ રહી છે, જેણે પોતાની હિંમત, પોતાના આત્મવિશ્વાસથી લોકોને પ્રેરિત કર્યા છે અને કરી રહ્યા છે. સામાન્ય રીતે લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે વિકલાંગ લોકો જીવનમાં કશું કરી શકતા નથી, પરંતુ આ વ્યક્તિએ સંજોગો સાથે સમાધાન કર્યા વિના જે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે, તે અન્ય વિકલાંગોને પણ પ્રેરણા આપી રહ્યો છે.

વાસ્તવમાં આ ભારતના પ્રથમ વ્હીલચેર ફૂડ ડિલિવરી બોય ગણેશ મુરુગનની વાત છે. જે તેની વ્હીલચેરનો ઉપયોગ કરીને ફૂડ ડિલિવર કરે છે. ચેન્નાઈના વિકલાંગ રહેવાસી ગણેશ મુરુગને સંજોગો સાથે સમાધાન કર્યા વિના માર્ગ શોધી કાઢ્યો અને આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો. તેમની આ સ્ટોરી IPS ઓફિસર દીપાંશુ કાબરાએ (IPS officer Deepanshu Kabra) શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘તે એ બધા લોકો માટે પ્રેરણા છે, જેઓ મુસીબતો સાથે લડવાને બદલે ઝૂકી જાય છે’.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જૂઓ મોટીવેશનલ સ્ટોરી….

દીપાંશુ કાબરાએ આ પોસ્ટની કોમેન્ટમાં જણાવ્યું છે કે ‘ગણેશ મુરુગનની આ ખાસ વ્હીલચેર IIT મદ્રાસના એક સ્ટાર્ટ-અપ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ટુ-ઇન-વન મોટરાઇઝ્ડ વ્હીલચેરને બટન દબાવવાથી અલગ કરી શકાય છે અને પાછળનો ભાગ પણ સાદી વ્હીલચેરમાં ફેરવાય છે. આપણે પડકારોનો સામનો કરવાનો સંકલ્પ કરવો પડશે, પછી રસ્તો ખુદ બનવાનું શરૂ થાય છે.

આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ અત્યાર સુધીમાં 1,300 વ્હીલચેર બનાવી ચૂક્યું છે. તેને ચાર્જ કરવામાં 4 કલાકનો સમય લાગે છે અને તે સિંગલ ચાર્જ પર 25 કિલોમીટરનું અંતર કાપે છે. ગણેશ મુરુગનની આ પ્રેરણાદાયી વાત લોકોને પસંદ આવી રહી છે. લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વ્હીલચેર ફૂડ ડિલિવરી બોય ગણેશ મુરુગનની ભાવનાને સલામ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">