દુર્ઘટનાગ્રસ્ત વિમાન સાથે પતિ-પત્ની એ હસતા હસતા Selfie લીધી, લોકો એ કહ્યુ – શરમ કરો !

આ દુર્ઘટનામાં પ્લેનના ક્રૂ મેમ્બર્સ સહિત 120 યાત્રીઓના જીવ બચી ગયા હતા પણ આ ભયાનક દુર્ઘટનામાં 2 એરપોર્ટ કર્મચારીઓના મોત થયા હતા. આ દુર્ઘટના સંબંધિત એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન સાથે પતિ-પત્ની એ હસતા હસતા Selfie લીધી, લોકો એ કહ્યુ - શરમ કરો !
Couple posts selfie after surviving peru plane crash
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 23, 2022 | 9:07 PM

પેરુ દેશની રાજધાની લીમામાં 1 અઠવાડિયા અગાઉ એરપોર્ટ પર ભયાનક દુર્ઘટના થઈ હતી. એરપોર્ટના રનવે પર એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એરપોર્ટના રન વે પર એક ટ્ર્ક સાથે અથડાતા લેટમ એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પ્લેનના ક્રૂ મેમ્બર્સ સહિત 120 યાત્રીઓના જીવ બચી ગયા હતા પણ આ ભયાનક દુર્ઘટનામાં 2 એરપોર્ટ કર્મચારીઓના મોત થયા હતા. આ દુર્ઘટના સંબંધિત એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ થઈ રહેલા ફોટોમાં એક કપલ જોવા મળી રહ્યુ છે. દુર્ઘટના પછી આ કપલે પ્લેન સાથે સેલ્ફી લીધી હતી. જે સેલ્ફી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ સેલ્ફીમાં આ કપલ હસતા જોવા મળી રહ્યા છે. તેમાં ચહેરા અને કપડા પર આગ ઓલવવા ઉપયોગમાં લેવાતુ કેમિકલ જોવા મળી રહ્યુ છે. આ કપલ દુર્ઘટનામાં 120 યાત્રીઓની જેમ બચી ગયા હતા. આ સેલ્ફી દ્વારા તેઓ બતાવવા માંગતા હતા કે તેઓ આ ભયાનંક દુર્ઘટનામાં બચી ગયા છે અને ખુશ છે. આ વાયરલ સેલ્ફીમાં પાછળ દુર્ઘટનાગ્રસ્ત પ્લેન જોવા મળી રહ્યુ છે.

આ રહ્યો એ વાયરલ ફોટો

આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @enriquevarsi નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ સેલ્ફીને હમણા સુધી 2 લાખથી પણ વધારે લાઈક મળી છે. 13 હજારથી વધારે લોકોએ ફોટોને રિટ્વિટ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શરમ કરો. બીજા એક યુઝરે લખ્યુ છે, દુનિયાની સૌથી ખરાબ સેલ્ફી છે આ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે , 2 લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં જરા તો શરમ કરો.

ટ્વિટર પર સેલ્ફી લેનાર એનરિક વર્સી અને રેસ્પિગ્લિયોયસી એ કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યારે જિંદગી તમને બીજી તક આપે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેમના સલામત હોવા પર ખુશી વ્યક્ત કરી હતી તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમની આવી સેલ્ફી જોઈ રોષ વ્યક્ત કર્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati