Video Viral: પતિએ આપી એવી સરપ્રાઈઝ કે જોયા બાદ ખુશખુશાલ થઈ ગઈ પત્ની, જુઓ રિએક્શન

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 6:57 PM

પતિ તેની પત્નીને સ્પેશિયલ ટેટૂ કરાવીને સરપ્રાઈઝ આપી રહ્યો છે. જે જોતા જ તેની પત્નીના ફેસ પર મોટી સ્માઈલ આવી જાય છે. ત્યારે વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

Video Viral: પતિએ આપી એવી સરપ્રાઈઝ કે જોયા બાદ ખુશખુશાલ થઈ ગઈ પત્ની, જુઓ રિએક્શન
Video Viral

ઘણા લોકો તેમના પ્રિયજનોની યાદમાં અથવા તેમની નજીકના વ્યક્તિનું સન્માન કરવા માટે ટેટૂ કરાવે છે. આવા ટેટૂ પાછળની વાર્તાઓ ઘણીવાર સારી હોય છે અને તમારા હૃદયને પણ સ્પર્શી શકે છે. હાલમાં જ એક ટેટૂ આર્ટિસ્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુરુષ તેની પત્નીને સ્પેશિયલ ટેટૂ કરાવીને સરપ્રાઈઝ આપી રહ્યો છે. જે જોતા જ તેની પત્નીના ફેસ પર મોટી સ્માઈલ આવી જાય છે. ત્યારે વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

પત્નીને જન્મ દિવસ પર આપી આ ગિફ્ટ

આ વીડિયો એક ટેટૂ આર્ટિસ્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી ઘણા વ્યુઝ મળ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે પોતાના હાથ પર ટેટુ ચિતરાવે છે. જો કે આજ કાલ ટેટુ પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ક્રિકેટરોના હાથ પરના ટેટુ જોયા બાદ જાત જાતના ટેટુ પડાવતા હોય છે.

ત્યારે વીડિયોમાં એક યુવક તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે ટેટુ બનાવડાવે છે. જે બાદ તેના હાથ પર કપડું અને પ્લાસ્ટિકનું કવર લપેટાયેલ તે તેની પત્નીને ખોલવા કહે છે. જ્યારે તેણી તે કપડાને હટાવે છે, ત્યારે તે યુવકના હાથ પર નાના હૃદય સાથે તેણીના બાળકને પકડી રાખેલું ટેટૂ જાહેર થાય છે. આ ટેટૂ જોઈને પત્ની ચોંકી જાય છે અને કહે છે, ” ઓ ગોડ.” પોસ્ટ અનુસાર, વ્યક્તિએ મહિલાને તેના જન્મદિવસ પર આ ગિફ્ટ આપવા માટે ટેટુ કરાવ્યું હતુ જે જોયા બાદ પત્નીના રિએક્શન વાયરલ થઈ રહ્યા છે.

વીડિયો વાયરલ

આ વીડિયો ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી 10.7 મિલિયનથી વધુ વ્યૂઝ અને નવ લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “મૅમ ખૂબ ખુશ થઈ ગયા જ્યારે તેમને તેમના જન્મદિવસ પર તેમના પતિ તરફથી આટલું મોટું સરપ્રાઈઝ મળ્યું.”

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

“સુપર ગિફ્ટ,” એક વ્યક્તિએ કહ્યું, જ્યારે અન્ય વપરાશકર્તાએ લખ્યું, “આ એક અલગ લેવલનું સરપ્રાઈઝ છે.” ઘણા લોકોએ કહ્યું કે આ તસવીર “સુંદર” લાગી. અન્ય એક યુઝરે કહ્યું, “તમે એવા લોકો માટે અવિસ્મરણીય જાદુઈ ક્ષણો બનાવો છો કે જેઓ તમારી પાસે ટેટૂ કરાવવા આવે છે અથવા તમારા વીડિયો જોયા પછી પોતાને માટે ટેટૂ કરાવવા માટે પ્રેરિત થાય છે.”

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati