Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં શું જોવું તે અનુમાન લગાવવું ખરેખર મુશ્કેલ છે. અહીં કેટલાક એવા નજારા પણ છે જેના પર વિશ્વાસ ન કરી શકાય. સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તે મુર્ગા એટલે તે કુકડાનો છે. આપણે હંમેશા કુકડા વિશે કલ્પના વહેલી સવારના તેના અવાજથી આપણને ઉઠાડે એવું જ વિચાર્યુ હોય. પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં કુકડાનો વીડિયો વાયરલ થયો, વીડિયોમાં એવું બતાવામાં આવ્યું છે જે તમે જોઇને અચંબીત થઇ જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક કુકડો ગ્લાસમાંથી દારૂ પીવે છે. પછી જે થયુ એ જોરદાર છે. વીડિયોમાં દારૂ પીને કુકડો બાજની સ્પિડે ઉડે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો sharma_aman_official1 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે, આ લખાઇ રહ્યુ છે ત્યારે તેમાં વીડિયોમાં 5 લાખ ઉપર વ્યુ છે. લોકો આ વીડિયોને ખુબ વાયરલ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો લોકો દ્વારા ખુબ પસંદ કરવામા આવી રહ્યો છે, એક યુઝર એવુ લખે છે કે power of alcohol, લોકો આને દારૂની અસર કહે છે, પરંતુ વીડિયોમાં બે અલગ અલગ વીડિયોને જોડવામાં આવ્યો છે. પહેલા વાડિયોમાં કુકડાને દારૂ પીતો દર્શાવ્યો છે, અને તરત ફ્રેમ કટ થાય છે ત્યાંથી બીજો વીડિયો જોડવામાં આવ્યો છે, જેમા કોઇ કુકડો ઝડપથી ઉંચે ઉડી રહ્યો, ઉલ્લેખનીય છે કે આલ્કોહોલ જેવા નશીલા પદાર્થો પ્રાણીઓ કે પાલતુ પ્રાણીઓને ન આપવા જોઇએ, આનાથી તેમના પર ખરાબ અસર પડે છે, અમુક સ્થિતીમાં તેમનું મૃત્યુ પણ થઇ શકે છે.