ભલાઇનો તો જમાનો જ નથી ! આ કીડીને મળેલો દગો તમને તમારા જીવનમાં આવેલા ઘણા લોકોની યાદ અપાવશે

સામાન્ય લોકોના જીવનને લગતા વીડિયો તો આગની ઝડપે વાયરલ થાય છે. આ પ્રકારના વીડિયો પર લાખોમાં વ્યૂઝ હોય છે. આજે અમે તમારા માટે એક એવો જ વીડિયો લઇને આવ્યા છીએ.

ભલાઇનો તો જમાનો જ નથી ! આ કીડીને મળેલો દગો તમને તમારા જીવનમાં આવેલા ઘણા લોકોની યાદ અપાવશે
Ant Viral Video


સોશિયલ મીડિયામાં (Social Media) ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને પ્રેરણા આપી જાય તો કેટલાક વીડિયો એવા હોય છે જે જોઇને વ્યક્તિને પાઠ ભણવા મળે. સામાન્ય લોકોના જીવનને લગતા વીડિયો તો આગની ઝડપે વાયરલ થાય છે. આ પ્રકારના વીડિયો પર લાખોમાં વ્યૂઝ હોય છે. આજે અમે તમારા માટે એક એવો જ વીડિયો લઇને આવ્યા છીએ જેને જોઇને તમને તમારા જીવનમાં આવેલા ઘણા લોકો યાદ આવી જશે.

આપણા જીવનમાં ઘણી વાર એવા લોકો આવે છે જે આપણને જીવન ભર માટેનો સબક શિખવાડી જાય છે. ઘણી વાર આપણે લોકોની મદદ કરીએ છીએ પણ લોકો તેનો ફાયદો ઉઠાવી જાય છે. આ વીડિયોમાં પણ તમને એવું જ કઇંક જોવા મળશે. વીડિયોમાં ત્રણ કીડીઓ જોવા મળી રહી છે. આ કીડીઓ એક પાંદડા પર ચઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ પહોંચી નથી શક્તી. તેવામાં તેઓ એક યુક્તિ અજમાવે છે અને એક કીડીની ઉપર ચઢીને બાકીની 2 કીડીઓ પાંદડા પર ચઢી જાય છે. પરંતુ ત્યાર પછી જે થાય છે તે કઇંક એવું છે કે વીડિયોને 69 હજાર વાર જોવાયો છે.

વીડિયોમાં આગળ તમે જોઇ શકો છો કે મદદ કરનાર કીડીને મુકીને બાકીની બંને કીડીઓ જતી રહે છે અને પહેલી કીડી મદદ માટે ઉમીદની નજરે ઉપરની તરફ જોતી રહે છે. 16 સેકન્ડનો આ વીડિયો ખરેખર ભાવુક કરી નાખે તેવો છે. જેટલા પણ લોકોએ આ વીડિયો જોયો છે તે તમામ આ કીડી માટે ખરાબ ફીલ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વીડિયોને લઇને કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

BIG B નો ગજબનો ફેન્સ ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેન્સને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા

આ પણ વાંચો –

Amit Shah jammu kashmir Visit: શહીદ ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા અમિત શાહ, પરિવારને સોંપ્યા સરકારી નોકરીના કાગળો

આ પણ વાંચો –

CSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

Click on your DTH Provider to Add TV9 Gujarati