બાઇક પર સ્ટંટ કરતી વખતે આ યુવકનું થયું પોપટ, તમે પણ જુઓ આ Viral Video

લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. સાથે જ લોકો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે. આ વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી.

બાઇક પર સ્ટંટ કરતી વખતે આ યુવકનું થયું પોપટ, તમે પણ જુઓ આ Viral Video
Video of a young man performing stunt on a bike goes viral
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 11, 2021 | 8:17 AM

આજકાલ દરેક વ્યક્તિ પોતાના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરીને ફેમસ થવા માંગે છે. ફેમસ થવા માટે લોકો એક પછી એક મજેદાર વીડિયો (Video) શેર કરતા રહે છે. કેટલાક વીડિયો એટલા ફની (Funny Video) હોય છે કે તમને વારંવાર જોવાનું મન થાય છે. કેટલાક એવા વીડિયો પણ છે જેને જોયા પછી વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બની જાય છે. તમે સોશિયલ મીડિયા પર દરરોજ સ્ટંટના વીડિયો (Stunt Video) જોતા જ હશો. હવે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ બાઇક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમને હસવુ પણ આવશે અને સાથે આશ્ચર્ય પણ થશે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે ‘@HldMyBeer’ નામના એકાઉન્ટ પર તમામ વીડિયો જોઈ શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખાલી રોડ પર બાઇક સાથે સ્ટંટ કરી રહ્યો છે. પછી સ્ટંટ સમયે, તે તેની બાઇકને હવામાં ઉંચી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક બાઇક વચ્ચેથી બે ભાગમાં ફાટી જાય છે અને તે વ્યક્તિ નીચે પડી જાય છે. હવે આ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે.

લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. સાથે જ લોકો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે. આ વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી. અમે ચોક્કસ કહી શકીએ કે આ વીડિયો જોયા પછી કોઈ સ્ટંટ કરવાનું વિચારશે નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે, 1300 થી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. સાથે જ યુઝર્સ વીડિયોને એન્જોય કરતા ફની રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈ સ્ટંટ કરતી વખતે આ આવું કોની સાથે થાય’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ ફની છે પણ શું આ વ્યક્તિ ઠીક છે?’ ત્રીજા યુઝરે લખ્યું, ‘આની પાછળ ચોક્કસ કોઈ ષડયંત્ર છે’, તમને જણાવી દઈએ કે આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો –

Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

આ પણ વાંચો – Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો, શું સસ્તું થશે પેટ્રોલ – ડીઝલ? જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો –

Viral Video : વાયરલ થઇ રહ્યો છે લગ્નનો આ મજેદાર વીડિયો, વરરાજા અને કન્યાનો અંદાજ જોઇને તમારુ પણ આવી જશે દિલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati