Bride Slaps Groom: વરમાળા સમારોહ દરમિયાન કન્યાએ વરરાજાને મારી થપ્પડ, સ્ટેજ છોડીને ચાલી ગઈ

Bride Slaps Groom Video: ઉત્તર પ્રદેશના હમીરપુરનો (Hamirpur) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દુલ્હન તેના વરને થપ્પડ મારતી જોવા મળે છે.

Bride Slaps Groom: વરમાળા સમારોહ દરમિયાન કન્યાએ વરરાજાને મારી થપ્પડ, સ્ટેજ છોડીને ચાલી ગઈ
bride slaps groom during Vermala ceremony
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 2:54 PM

Bride Slaps Groom for Dark Complexion : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં વરમાળા દરમિયાન વરરાજાને (Groom) જોઈને એક દુલ્હને (Bride) તેને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ શા માટે મારી તે કારણ સામે આવ્યું ન હતું. આ ઘટના જોત જોતામાં ચર્ચામાં આવી ગઈ છે. ઘટના બાદ બંને પક્ષોમાં મારામારી શરૂ થઈ ગઈ હતી. પોલીસની બચાવ ગીરી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. રસપ્રદ વાત એ છે કે યુવતીએ પાછળથી તે છોકરા સાથે લગ્ન પણ કર્યા હતા.

વીડિયો જૂઓ….

વરમાળા ફેંકીને કન્યા મારવા લાગી થપ્પડ

આ ઘટના હમીરપુર જિલ્લાના લાલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્વસા જૂના ગામની છે. 17 એપ્રિલના રોજ વરરાજા સરઘસ સાથે હમીરપુરના જૂના ગામ સ્વસામાં આવ્યો હતો. બધી વિધિઓ ચાલી રહી હતી અને જ્યારે વરમાળાનો સમય આવ્યો, ત્યારે વરરાજાએ કન્યાને વરમાળા પહેરી. તે જ સમયે, કન્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. કન્યાએ વરમાળાને ફેંકી દીધી અને વરને થપ્પડ મારી હતી.

કન્યાએ થપ્પડ મારતાં જ થઈ બબાલ

દુલ્હન સ્ટેજ પરથી બહાર નીકળતાની સાથે જ બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ લગ્ન સમારોહમાં પહોંચી, બંને પક્ષો વચ્ચે કોઈક રીતે સમાધાન કરાવ્યું, ત્યારબાદ લગ્નની વિધિઓ શરૂ થઈ શકી. આશ્ચર્યની વાત એ છે કે, દુલ્હને વાતનો ખુલાસો કર્યો નથી કે તેણે વરને શા માટે થપ્પડ મારી. કન્યાને થપ્પડ મારતાં ત્યાંનું ખુશનુમા વાતાવરણ અચાનક મૌનમાં ફેરવાઈ ગયું. આ બાબતે હલ્કી લાલપુરાના એસએચઓ શ્રી પ્રકાશ યાદવનું કહેવું છે કે, જાન દરમિયાન દુલ્હન બેહોશ થઈ ગઈ હતી. જે બાદ જાનૈયાઓ દ્વારા વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.

પછી બંનેએ લગ્ન કરી લીધા

લગ્ન સમારોહમાં કન્યાને થપ્પડ મારવાની ઘટના સામે આવતાં જ બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ લડાઈમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. પોલીસ આવ્યા બાદ મામલો થાળે પાડી શકાયો. બાદમાં બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ અને લગ્ન થયા. લગ્ન પછી વર-કન્યાના જીવનમાં કેટલી ખુશીઓ રહેશે તે તો સમય જ કહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : China: શાંઘાઈમાં કડક લોકડાઉનમાંથી થોડી રાહત, 40 લાખ લોકોને ઘરેથી બહાર નીકળવાની મળી પરવાનગી

આ પણ વાંચો : ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક, 45% દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવાની દરખાસ્ત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">