Accident Video: બે બસ વચ્ચે થઈ જોરદાર ટક્કર, CCTVમાં કેદ થયો અકસ્માતનો વીડિયો

સોશિયલ મીડિયા પર અકસ્માતો સાથે જોડાયેલા તમામ વીડિયો અવારનવાર વાયરલ (Viral Videos)થતા રહે છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવા જ એક અકસ્માતનો વીડિયો (Accident Video)આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,

Accident Video: બે બસ વચ્ચે થઈ જોરદાર ટક્કર, CCTVમાં કેદ થયો અકસ્માતનો વીડિયો
Accident caught on CCTVImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 9:02 AM

રસ્તા પર હંમેશા સાવધાનીથી ચાલવું જોઈએ, નહીં તો મૃત્યુ ક્યારે ક્યાંથી આવી જશે તેની કોઈને ખબર નથી. કેટલીકવાર અન્યની ભૂલોને કારણે અકસ્માતો થાય છે, જેમાં લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. સોશિયલ મીડિયા પર અકસ્માતો સાથે જોડાયેલા તમામ વીડિયો અવારનવાર વાયરલ (Viral Videos)થતા રહે છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવા જ એક અકસ્માતનો વીડિયો (Accident Video)આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

વાસ્તવમાં, તમિલનાડુના સલેમ જિલ્લામાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 30 લોકો ઘાયલ થયા હતા. સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. અકસ્માતનો વીડિયો બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ ભયાનક છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક દુર્ઘટના 17 મે મંગળવારની સાંજે થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઈડાપ્પડીથી 30 મુસાફરોને લઈને જતી એક ખાનગી બસ તિરુચેંગોડેથી આવી રહેલી અન્ય એક ખાનગી બસ સાથે અથડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટક્કર બાદ બસ ડ્રાઈવર તેની સીટ પરથી દૂર ફેંકાઈ ગયો હતો. તેમજ ટક્કર બાદ બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માતમાં લગભગ 30 લોકો ઘાયલ થયા છે, જેમની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, બસ ખોટી લેનમાં આવી હતી, જેના કારણે તે બીજી બસ સાથે અથડાઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ડ્રાઈવર તેની લેનમાં આરામથી ડ્રાઈવ કરી રહ્યો હતો, પરંતુ સામેથી એક બસ ખોટી લેનમાં આવી અને તેને જોરથી ટક્કર મારી. આ ટક્કર એટલી વધારે હતી કે બસમાં સવાર ઘણા લોકો વિન્ડસ્ક્રીન પર પડી ગયા હતા. ત્યારે બસના ડ્રાઇવર અને કંડક્ટર પણ બસની વિન્ડ શીટ સાથે અથડાય છે. જેના કારણે કાચ તૂટે છે અને ડ્રાઇવરના માથામાં પણ ઘૂસી જાય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">