મોતનો ઝુલો ! ઝુલતા ઝુલતા હજારો ફૂટ ઉંડી ખાઈમાં પડી યુવતીઓ, જુઓ Shocking Viral Video

એક ચોંકાવનારો વીડિયો વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ ઝૂલતી વખતે ખાઈમાં પડી ગઈ છે. આ વીડિયો એકદમ ચોંકાવનારો છે. લોકો આ વીડિયો જોઈ કંઈક આ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મોતનો ઝુલો ! ઝુલતા ઝુલતા હજારો ફૂટ ઉંડી ખાઈમાં પડી યુવતીઓ, જુઓ Shocking Viral Video
Shocking Viral video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 2:46 PM

દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈને કોઈ એડવેન્ચર કરવાના શોખીન હોય છે. કોઈ પહાડો પર જઈને પોતાનો સાહસ કરવાનો શોખ પૂરો કરે છે તો કોઈને દરિયાની લહેરો પર તરવાનો શોખ. ત્યારે કેટલાક લોકો દરિયાની નીચે જઈને પણ સાહસ કરે છે, જ્યારે કેટલાક આકાશમાંથી કૂદીને રૂવાડા ઉભા કરતા પરાક્રમ બતાવે છે. આ તમામ સાહસો ખૂબ જ ખતરનાક હોય છે, જેમાં સહેજ પણ ભૂલ જીવલેમ સાબિત થઈ શકે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા એડવેન્ચર વીડિયો (Adventure Videos)જોયા હશે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આજકાલ આવો જ એક ચોંકાવનારો વીડિયો વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ ઝૂલતી વખતે ખાઈમાં પડી ગઈ છે. આ વીડિયો એકદમ ચોંકાવનારો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખાઈની નજીક એક ઝૂલો લગાવવામાં આવ્યો છે, જેના પર બે છોકરીઓ બેઠી છે અને એક વ્યક્તિ પાછળથી ઝૂલાને ધક્કો મારી રહ્યો છે. આ રીતે છોકરીઓ કોઈ પણ ડર વગર ઝૂલતી હોય છે, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની મજા થોડીક સેકન્ડમાં તેમના જીવનને છીનવી શકે છે. વાસ્તવમાં, ઝુલાની એક સાંકળ ઉપરથી અચાનક તૂટી જાય છે, જેના કારણે ઝૂલો ડગમગવા લાગે છે અને પછી તેના પર બેઠેલી બંને છોકરીઓ અચાનક નીચે ખાઈમાં પડી જાય છે. આ દરમિયાન, જે વ્યક્તિ તેમને ઝૂલાવતો હતો તે ભાગીને તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. જો કે તેની સાથે અકસ્માત કેટલો ગંભીર બન્યો તે અંગે સુધી કોઈ માહિતી મળી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શોકિંગ વીડિયો નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 46 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે ‘આ ખૂબ જ ખતરનાક છે, તેઓએ સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ’ તો કેટલાક કહી રહ્યા છે કે આ ખૂબ જ ભયંકર અકસ્માત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">