કંગના અને તાપસી વચ્ચે ટ્વિટર વોર, તાપસીએ કહ્યું કંગનાના DNAમાં ઝેર છે

તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચે સોશ્યલ મીડિયા પર ચર્ચા ખૂબ જ જોરમાં છે. કંગના પર પ્રહાર કરતા તાપસીએ તેના DNAને ઝેરી કહ્યું હતું.

  • Publish Date - 2:13 pm, Fri, 5 February 21 Edited By: Bipin Prajapati
કંગના અને તાપસી વચ્ચે ટ્વિટર વોર, તાપસીએ કહ્યું કંગનાના DNAમાં ઝેર છે
Twitter વોર

અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયાની સાથે સાથે અંગત જીવનમાં પણ આખાબોલા સ્વભાવ માટે જાણીતી છે. આ દિવસોમાં તે ખેડૂત આંદોલન વિશે અનેક પોસ્ટ રજુ કરી રહી છે. જેના કારણે તે ફિલ્મ જગતના સ્ટાર્સ સાથે દલીલ પણ સર્જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી તાપસી પન્નુના ટ્વિટ બાદ બંને વચ્ચે કીબોર્ડ વોર જામી હતી.

કંગના અને તાપસીની ટક્કર
તાપસી પન્નુએ ખેડૂત આંદોલનના મુદ્દે ટ્વીટ કર્યું હતું. જેના પર કંગના રનૌત ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને સીધા શબ્દોમાં તેણે તાપસી પર હુમલો કર્યો હતો. કંગનાએ તાપસીને ‘બી ગ્રેડ’ અને મફતખોર ગણાવી હતી. જે બાદ તાપસી પન્નુ કંગના પર પલટવાર કર્યો છે અને કહ્યું છે કે કંગનાનો DNA ઝેરી છે.

કંગનાના ડીએનએમાં ઝેર
ટ્વિટર પર લોકોએ આપેલી પ્રતિક્રિયાના જવાબમાં તાપસી પન્નુએ કટાક્ષમાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર અને પેટન્ટ માત્ર એક જ વ્યક્તિને છે અને તે કંગના રાનાઉત છે. આ સાથે તેણે લખ્યું ઝેર અને ગાળો કંગનાના ડીએનએમાં છે.

 

https://twitter.com/taapsee/status/1357228350930997250

 

તાપસીની ટ્વિટથી શરુ થઇ બબાલ
ટ્વિટ દ્વારા તાપસીએ રિહાનાની ટ્વિટનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. તાપસીએ લખ્યું હતું કે ‘જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. ના કે અન્ય લોકો માટે પ્રોપેગેંડા ટીચર બનવું જોઈએ.’

Click on your DTH Provider to Add TV9 Gujarati