કોઈ પણ ઘરમાં બાળકો અને પાલતુ પ્રાણીઓ જો એક છત નીચે ઉછેરવામાં આવે તો તેમની વચ્ચે એક મજબૂત બોન્ડ બને છે. નાના બાળકો અને પાલતુ પ્રાણીઓના વચ્ચે મિત્રતા દર્શાવતા હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જે વીડિયો આ વાતની પુષ્ટિ પણ કરે છે. લોકો બાળકો અને પાલતુ પ્રાણીઓના ક્યુટ વીડિયો જોવાનું પસંદ કરે છે. જો આ બંને એક વિડીયોમાં એક સાથે નજર આવે છે તો તે વીડિયોની વાત જ કંઈક અલગ છે.
આ પણ વાંચો : Viral Video: મગરની ઉદારતા… નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ પરિવારને સોંપવા આવ્યો, લોકોએ કહ્યું- આ ચમત્કાર છે
IPS દીપાંશુ કાબરાએ ટ્વીટર પર એક વીડિયો (ટ્વીટર વિડીયો) શેર કર્યો છે, જેમાં એક બાળક તેના પ્રિય ડોગ (શ્વાન) સાથે બેઝબોલ રમતો જોવા મળે છે. બંનેની સ્ટાઈલ અને તાલમેલ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો શેર કરતા IPS અધિકારીએ લખ્યું છે કે, “જીવનનો આનંદ માણવા માટે આપણને વધારે મિત્રોની જરૂર નથી, ફક્ત 1-2 સાચા મિત્રો પૂરતા છે.”
We don’t need big gangs to enjoy life, just 1-2 true buddies are more than enough. pic.twitter.com/L9AFEkSt2A
— Dipanshu Kabra (@ipskabra) January 23, 2023
થોડા સમય પહેલા ટ્વિટર પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં એક બાળક તેના પાલતુ કૂતરા સાથે બેઝબોલ રમતા જોવા મળે છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડિયોની શરૂઆતમાં બાળક બોલને સ્ટેન્ડ પર મૂકે છે અને બેઝબોલ બેટનો ઉપયોગ કરીને સંપૂર્ણ બળથી બોલને મારતો બતાવે છે. તે પછી બાળકનો પાલતુ કૂતરો હિટ બોલ પછી દોડતો અને પછીથી તેને પાછો મેળવતો બતાવે છે. આ આખું દ્રશ્ય જોઈને તમારુ દિલ ખુશ થઈ ગઈ હશે.