Video: આ કાચબાએ તો સિંહની હવા ટાઈટ કરી નાખી! કાચબાની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાચબો સિંહ પર ભારે પડી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

Video: આ કાચબાએ તો સિંહની હવા ટાઈટ કરી નાખી! કાચબાની હિંમત જોઈને તમે પણ દંગ રહી જશો
Turtle and lion video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:11 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો (Animal Video) એવા હોય છે, જે જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જે રીતે કાચબો સિંહ પર હાવી થઈ જાય છે. તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કાચબાએ સિંહને પરેશાન કરવામાં કોઈ કસર છોડી નહીં

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહ તળાવમાંથી પાણી પી રહ્યો છે, ત્યારે અચાનક તેની નજર એક નાના કાચબા પર પડી, જે તેની તરફ તરવા લાગ્યો. જેમ કાચબો (Turtles) સિંહની નજીક આવે છે, સિંહ પણ તેને નજીકથી જોવાનું શરૂ કરે છે. સિંહ વારંવાર પાણી પીવાની કોશિશ કરે છે પણ કાચબો તેને પરેશાન કરવામાં કોઈ કસર છોડતો નથી. જે બાદ અંતે સિંહને તે જગ્યાથી દૂર જવું પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી @hayate_vahsh58 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો (Viral Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યુ કે સિંહને પરેશાન કરનાર કાચબામાં કોઈ તો ખાસ વાત છે, કારણ કે સિંહ આસપાસ જવામાં પણ મોટાભાગના પ્રાણીઓ ડરે છે. ત્યારે આ કાચબાએ તો સિંહની હવા ટાઈટ કરી નાખી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ કાચબાની હિંમતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “પુલીસ હો તો ઐસા”

આ પણ વાંચો:  Video : બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ, જોઈને તમે પણ કહેશો “યે તો શક્તિમાન હૈ”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">