
હાલના સમયમાં ઘણા રમૂજ અને શીખ આપતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં હવે એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક બાળક મદદ માટે 112 પર ફોન કરે છે અને પોલીસને તેની દુર્દશા વિશે જણાવે છે. બાળક સાથે પોલીસ અધિકારીની વાતચીતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક પોલીસ અધિકારી બાળક સાથે વાત કરતા દેખાઈ રહ્યો છે. બાળક પોલીસને ફોન કરીને કહે છે, “કાકા, મારી મમ્મી અને બહેને મને ખૂબ માર માર્યો છે, મારા ઘરે આવો.” હવે પોલીસ અધિકારી બાળકને પૂછે છે કે, “તમારી મમ્મી અને બહેને તમને કેમ માર માર્યો?” આ અંગે બાળક કહે છે કે, તે કુરકુરે ખરીદવા માટે 20 રૂપિયા માંગી રહ્યો હતો પરંતુ પૈસા આપવાને બદલે, તેની મમ્મી અને બહેને તેને દોરડાથી બાંધી દીધો પછી માર માર્યો.
A Child called the Police after not getting 20rs Kurkure pic.twitter.com/aFB91TWG6o
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 4, 2025
આ બાદ પોલીસ તેને તેની મમ્મીને બોલાવવાનું અને તેમની સાથે વાત કરાવ તેવું કહે છે. જો કે, બાળક રડતા રડતા પોલીસને કહે છે કે, “મારી મમ્મી ગુસ્સે છે અને મારી સાથે વાત નથી કરતી. તમે ઘરે આવો.” હવે આગળ પોલીસ બાળકને ખાતરી આપે છે કે, તેઓ ટૂંક સમયમાં જ તેની પાસે આવી રહ્યા છે.
બાળકની વાત સાંભળ્યા પછી પોલીસ બાળકના ઘરે કુરકુરેના કેટલાક પેકેટ લઈને પહોંચે છે અને તેના પરિવારને મળે છે. બાળક સાથે પોલીસની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
@gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ પર શેર કરાયેલ આ વીડિયોને હજારો લોકોએ જોયો અને પસંદ કર્યો છે. આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ્સ પણ આવી રહી છે. ઘણા યુઝર્સ પોલીસના વખાણ કરી રહ્યા છે, તો બીજા લોકોએ બાળકની નિર્દોષતા માટે પ્રશંસા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે મસ્તીમાં કહ્યું કે, પોલીસના ઘરે આવ્યા બાદ બાળકને વધુ માર પડશે.