‘આંખ મારે’ ગીત પર વિદેશી મહિલાએ કર્યો ગજબ ડાન્સ, લોકોએ સીટી અને તાળીઓ વગાડી, જુઓ વીડિયો

હવે તો વિદેશીઓ પણ બોલીવુડના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે અને પોતાના મૂવ્સ અને એક્સપ્રેશન્સથી લોકોના દિલ જીતી રહ્યા છે. હાલમાં બે વિદેશી મહિલાઓના આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બંને ફિલ્મ 'સિમ્બા'ના સુપરહિટ ગીત 'આંખ મારે' પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

'આંખ મારે' ગીત પર વિદેશી મહિલાએ કર્યો ગજબ ડાન્સ, લોકોએ સીટી અને તાળીઓ વગાડી, જુઓ વીડિયો
Dance Viral Video
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 24, 2022 | 10:04 AM

બોલિવૂડની ફિલ્મો અને ગીતોનો ક્રેઝ હવે માત્ર ભારત પૂરતો જ સીમિત નથી રહ્યો, પરંતુ દુનિયાભરના લોકો તેના દિવાના થઈ રહ્યા છે. એવી ઘણી ફિલ્મો છે, જેણે વિદેશોમાં કૂદકેને ભૂસકે કમાણી કરી છે. બીજી તરફ બોલિવૂડના સુપરહિટ ગીતોના ક્રેઝની તો શું વાત કરવી. હવે તો વિદેશીઓ પણ બોલીવુડના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે અને પોતાના મૂવ્સ અને એક્સપ્રેશન્સથી લોકોના દિલ જીતી રહ્યા છે. હાલમાં બે વિદેશી મહિલાઓના આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બંને ફિલ્મ ‘સિમ્બા’ના સુપરહિટ ગીત ‘આંખ મારે’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો નેપાળનો છે, જ્યાં એક મહિલા પ્રવાસીએ પોતાના અદભૂત ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓના ડાન્સ મૂવ્સથી લોકો એટલા પ્રભાવિત થઈ ગયા છે કે દરેક વ્યક્તિ સીટી અને તાળીઓ પાડવા લાગે છે. આ વીડિયો જોયા પછી તમે પણ મહિલાના ડાન્સના ફેન થઈ જશો. વિદેશી પ્રવાસી સાથે એક સ્થાનિક મહિલા પણ ડાન્સ કરતી જોવા મળે છે, જેના મૂવ્સ પણ અદભૂત છે.

જે ગીત પર બંને મહિલાઓ ડાન્સ કરી રહી હતી, તે હિન્દી ગીત ‘આંખ મારે’ની રિમેક છે. તે મૂળ રીતે સંગીત નિર્દેશક વિજુ શાહ દ્વારા રચવામાં આવ્યું હતું, જ્યારે તે કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિ દ્વારા ગાવામાં આવ્યુ હતું. આ ગીત 1996માં આવેલી ફિલ્મ તેરે મેરે સપનેમાં અરશદ વારસી અને સિમરન પર ફિલ્માવામા આવ્યું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Tiktok Nepali નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને લગભગ 40 હજાર લાઈક્સ અને 6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati