ગજબનો જુગાડ ! હવે નહીં ઉભરાય ઘરમાં દૂધ કે ચા, સોશિયલ મીડિયામાં જબરદસ્ત આઇડિયા થયો વાયરલ

ગજબનો જુગાડ ! હવે નહીં ઉભરાય ઘરમાં દૂધ કે ચા, સોશિયલ મીડિયામાં જબરદસ્ત આઇડિયા થયો વાયરલ
Viral Video

આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'આ એક શાનદાર હેક છે.'

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 17, 2021 | 8:28 AM

દૂધ અને ચા સાથે એક ફની વાત જોડાયેલી છે. ઘણી વાર આપણા ઘરમાં દૂધ ઉભરાઇ જાય છે. જ્યારે તમે ગેસ પાસે ઉભા હોય ત્યારે તો એ દૂધ નથી ઉભરાતુ પણ જરાક જો 2 સેકન્ડ માટે તમારી નજર ફરે તો તે જ સમયે દૂધ ઉભરાઇ જાય છે. આમ થવાથી સાફ સફાઇનું કામ વધી જાય છે. આ સિવાય દૂધની પાસે ઘણી વાર સુધી ઉભા રહેવા પડવાની સમસ્યા પણ ઘણા લોકોને સતાવે છે. તેવામાં હાલ સોશિયલ મીડિયા પાસે આ માટે એક ઉપાય છે. એક વીડિયો છે જે હાલમાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે પણ શેર કરવામાં આવે તે વાયરલ થઇ જાય છે અને એમા પણ જો સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલું કોઇ કન્ટેન્ટ હોય તો તે પ્રકાશની ગતિએ વાયરલ થઇ જાય છે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બતાવવામાં આવેલી ટ્રીકને અપનાવીને તમે ચા કે દૂધને ઉભરાતા બચાવી શકો છો. તો જુઓ સૌથી પહેલા આ વીડિયો…

સોશિયલ મીડિયામાં આજકાલ દાદીના નુસ્ખા ખૂબ વાયરલ થઇ રહ્યા છે અને એજ કડીમાં આ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. તમે વીડિયોમાં જોયું કે દૂધ કે ચા ઉકળતી હોય તો તેના પર લાકડાની ચમચી અથવા તો ચમચાને વાસણ પર મુકવામાં આવે છે. જેની મદદથી ઉકળ્યા બાદ પણ તે વાસણમાંથી નીચે નથી પડતું.

વીડિયો ટ્વિટર યુઝર @luvjoongiee એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સમાચાર લખાય ત્યાં સુધી માત્ર 7 સેકન્ડની આ ક્લિપને 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. આ વીડિયો પર ઘણા લોકોએ રમૂજી ટિપ્પણીઓ કરી છે.

આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આ એક શાનદાર હેક છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આ જુગાડ અજમાવવો પડશે.’ આ સિવાય, અન્ય ઘણા યુઝર્સે રમૂજી ટિપ્પણીઓ કરી.

આ પણ વાંચો –

વીમા દસ્તાવેજોને સંપૂર્ણ ન વાંચી હસ્તાક્ષર કરવાના આવી શકે છે માઠાં પરિણામ! જાણો આ કિસ્સાના આધારે

આ પણ વાંચો –

‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

આ પણ વાંચો –

UP Assembly Election: સપાએ બાબા સાહેબ વાહિનીનું કર્યું ગઠન, દલિત મતદરોને રીઝવવા BSPના પૂર્વ નેતાને સોંપાયું સુકાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati