Viral: વીડિયોમાં એકસાથે ત્રણ કિંગકોબ્રાને જોઈ લોકોએ કહ્યું- નાગલોકમાં મીટિંગ ચાલી રહી છે !

સાપને જોતાં જ પરસેવો વળી જતો હોય છે કારણ કે સાપ કરડે તો માણસ પાણી પણ ના માગે. ત્યારે જો કોઈ ખતરનાક અને વિશાળકાય સાપનો સામનો કરે તો તેની શું સ્થિતિ થશે, હાલ આવો જ એક દુર્લભ વીડિયો સામે આવ્યો છે જેમાં ત્રણ કોબ્રા એકબીજા સામે જોતા જોવા મળે છે.

Viral: વીડિયોમાં એકસાથે ત્રણ કિંગકોબ્રાને જોઈ લોકોએ કહ્યું- નાગલોકમાં મીટિંગ ચાલી રહી છે !
Three cobras seen together
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 1:25 PM

ઈન્ટરનેટની દુનિયા ખરેખર અજીબ છે, અહીં ક્યારે શું વાઈરલ થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. કેટલીકવાર આવી વસ્તુઓ અહીં જોઈ શકાય છે. જેને જોયા પછી આપણને આપણી આંખો પર વિશ્વાસ નથી થતો, હાલ કંઈક આવું જ સામે આવ્યું છે. જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આવો નજારો કદાચ તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. જો કે એક કિંગ કોબ્રા (King Cobra)ને જોતા જ ભલભલાના પરસેવા છુટી જાય છે, પરંતુ જો ત્રણ કિંગ કોબ્રા એક સાથે જોવા મળે તો?

વાઈરલ (Viral Videos) થઈ રહેલા વીડિયો (Social Media)માં એક, બે નહીં પરંતુ ત્રણ ખતરનાક કિંગ કોબ્રા સામસામે જોઈ રહેલા જોવા મળે છે. આ ક્લિપ જોઈને એવું લાગે છે કે આ કોઈ ફિલ્મી સીન છે, જે રીતે ત્રણેય સામ સામે જોઈ રહ્યા છે અને પોતપોતાની ફેણ ફેલાવી રહ્યા છે તે જોઈને લાગે છે કે જાણે ત્રણેય એકબીજા પર હુમલો કરવા જઈ રહ્યા છે. ત્રણેય વચ્ચે શું થાય છે તે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું નથી. પરંતુ, શું તમે કલ્પના કરી શકો છો કે દશ્ય કેવું રહ્યું હશે?

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ આશ્ચર્યજનક વીડિયો જોઈને યુઝર્સે તેના પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ નજારો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું.’ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા અન્ય એક યુઝરે લખ્યું, ‘બે સાપ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને રેફરી પણ વિજેતા જાહેર કરવા તૈયાર છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘નાગલોકના વિકાસને લઈને મહત્વપૂર્ણ મીટિંગ ચાલી રહી છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયોને helicopter_yatra_નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયા પર ત્રણ કોબ્રાની એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં ત્રણ કોબ્રા એકસાથે જોવા મળે છે. તસવીરમાં તેઓ ક્યારેક એકબીજા સાથે ચોંટેલા જોવા મળે છે તો ક્યારેક તેઓ ફેણ ફેલાવે છે. ત્રણ કોબ્રાને એકસાથે જોવા એ એકદમ દુર્લભ છે.

આ પણ વાંચો: Technology: WhatsApp ની કઈ ચેટ રોકી રહી છે સૌથી વધુ મેમરી, જાણો કેવી રીતે વધારવું સ્ટોરેજ

આ પણ વાંચો: Viral Video: વાંદરાને સળી કરી રહ્યો હતો વ્યક્તિ, કપીરાજનો મગજ જતાં ઝીંકી તલવાર !

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">