Funny Video : કોરોનાથી બચવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે.સરકાર દ્વારા પણ વેક્સિન અભિયાનને(Vaccine Campaign) વેગ મળે તે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ વેક્સિનથી (Corona Vaccine) જે રીતે ડરી રહ્યો છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ વેક્સિન લેવા માટે ના પાડી રહ્યો છે. તે વારંવાર રડી રહ્યો છે. જ્યારે તેના પરિવારના સભ્યો અને ગામના લોકો તેને વેક્સિન લેવાની સલાહ આપી રહ્યા છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે વેક્સિન લગાવવાથી કંઈ થશે નહીં, પરંતુ વ્યક્તિ જોર જોરથી કહી રહ્યો છે કે હું વેક્સિન નહીં લગાવુ. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ વ્યક્તિ વેક્સિનથી ડરીને જે રીતે જોર-જોરથી રડી રહ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.
જુઓ વીડિયો
वैक्सीन लग रहा है,ई राशन क दुकान में सबसे पहले लाईन लगा के खड़ा रहता है। हर सरकारी सुविधा लेता है। pic.twitter.com/cuDlo1nyNh
— डाॅ अवनीन्द्र राय (@avanindra43) December 28, 2021
તમને જણાવવુ રહ્યુ કે, આ રમુજી વીડિયો સશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Dr,Avanindra દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યક્તિએ લાઈક કર્યો છે.
વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, કોરોનાથી બચવા વેક્સિન લેવી ખુબ જરૂરી છે,પરંતુ હજુ કેટલાક લોકો આ વાત સમજી રહ્યા નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિએ તો વેક્સિન માટે ગામ ભેગુ કર્યુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO
આ પણ વાંચો : Video : જંગલ સફારીમાં પર્યટકો સામે વાઘે કુતરાને બનાવ્યો શિકાર ! દિલ ઘડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ