આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા

આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા
Tansen- Imli Tree ( File photo)

સંગીત સમ્રાટ તાનસેનને તમે બધા જાણો છો. પરંતુ શું તમે જાણો છો કે તેમને સમ્રાટ બનાવવામાં એક આમલીના ઝાડની મહત્વની ભૂમિકા હતી. જેના કારણે આ વૃક્ષની ઓળખ આજે પણ સંગીતકારોમાં છે. સંગીત પ્રેમીઓ આખા વર્ષ દરમિયાન આ વૃક્ષના પાંદડા ખાવા માટે અહીં પહોંચે છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 23, 2022 | 2:05 PM

સંગીત સમ્રાટ તાનસેનને  ( Tansen) આખી દુનિયા જાણે છે. કહેવાય છે કે તાનસેન જ્યારે ગાતા હતા ત્યારે મોસમ પણ તેમની ગાયકીનો ફેન બની જતું હતું. તાનસેનના ગીત સાંભળીને આકાશમાં વીજળીના કડાકા થવા લાગ્યા અને વરસાદ પડવા લાગ્યો હતો. કહેવાય છે કે જ્યારે તેઓ રાગ દીપક ગાતા ત્યારે દીવો ચાલુ થઇ જતો હતો. તેથી જ તાનસેનને સંગીત સમ્રાટ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતની રચનાનો શ્રેય તાનસેનને જાય છે. જે ભારતમાં પ્રભુત્વ ધરાવે છે. તાનસેન એક ગાયક અને વાદ્યવાદક હતા જેમણે ઘણા સંગીતના રાગની રચના કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આમલીનું ઝાડ તેમની ગાયકી અને અવાજનું કારણ હતું. હા, આ વાત તમને વિચિત્ર લાગશે પણ આ વાત સાચી છે.

કહેવાય છે કે સંગીત સમ્રાટ તાનસેનની ગાયકીનું રહસ્ય આમલીનું ઝાડ હતું. કહેવાય છે કે બાળપણમાં તાનસેન બોલી શકતા ન હતા. ત્યાર બાદ તેને આમલીના પાન ખવડાવવામાં આવ્યા હતા. આમલીના પાન ખાઈને તાનસેન બોલવા લાગ્યો. આટલું જ નહીં, તેમનો અવાજ તો આવ્યો જ પરંતુ તેમને એટલી શક્તિ મળી કે બાદશાહ અકબરે તેમને પોતાના નવરત્નોમાં સામેલ કર્યા છે.

પાન ખાવાથી તમને તાનસેમનના આશીર્વાદ મળે છે. આ જ કારણ છે કે દુનિયાભરના ગીત-સંગીતકારો માટે આ આમલીનું ઝાડ કોઈ વારસાથી ઓછું નથી. એવું માનવામાં આવે છે કે સમ્રાટ તાનસેનની આત્મા આ આમલીના ઝાડમાં રહે છે. જે કોઈ પણ આ ઝાડના પાન ખાય છે તેનો અવાજ મધુર થઈ જાય છે. જેના કારણે દૂર-દૂરથી લોકો આવીને તેના પાંદડા ચાવે છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત કલાકાર પંડિત જસરાજ આ વૃક્ષના પાંદડા ચાવવાની લાલચ છોડી શક્યા નહીં. તેઓ આ ઝાડના પાંદડા પણ પોતાની સાથે લઈ ગયા હતા, સંગીતના જાણકાર અને ઈતિહાસકારોનું માનવું છે કે જે કોઈ આ ઝાડના પાંદડા ખાય છે તેને તાનસેનના આશીર્વાદ મળે છે, એવું કહેવાય છે કે આ આમલીનું ઝાડ લગભગ 1400 વર્ષનું છે. પરંતુ વર્ષો જુના આ વૃક્ષના સતત પાન તોડવાને કારણે તે નિસ્તેજ બની ગયું છે.

અકબરના નવ રત્નોમાંના એક તાનસેનનું આગ્રામાં અવસાન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના આધ્યાત્મિક ગુરુ મોહમ્મદ ગૌસની કબર પાસે દફનાવવામાં આવે. આવું થયું અને જ્યાં તેની કબર બનાવવામાં આવી હતી ત્યાં આમલીનું ઝાડ ઉગ્યું હતું. કારણ કે તાનસેનની ગાયકીની બધાને ખાતરી હતી. ધીમે ધીમે ઓળખાતું ગયું કે જે કોઈ ઝાડના પાંદડા ચાવે તેનું ગળું મધુર થઈ જાય. આ જ કારણ છે કે આ વૃક્ષ લગભગ 600 વર્ષથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

આ પણ વાંચો : Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

આ પણ વાંચો : Agriculture Drone : સરકારે કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે લીધા મોટા પગલા, ખેડૂતોને થશે સીધો ફાયદો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati