આ રીતે Accept કરાવશે Whatsapp તમારા પાસેથી નવી પોલિસી, હવે ઉંધી રીતે પકડાવશે કાન

પ્રાઈવસીને લઈને વિવાદ વધતા હવે WhatsApp નવી નીતિ અપનાવવા જઈ રહ્યુછે. WhatsApp હવે લોકોને એપ દ્વારા જ સમજાવશે પોતાની નીતિઓ.

આ રીતે Accept કરાવશે Whatsapp તમારા પાસેથી નવી પોલિસી, હવે ઉંધી રીતે પકડાવશે કાન
WhatsApp
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 19, 2021 | 12:50 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (Whatsapp) પ્રાઈવસીને લઈને ઘણું વિવાદમાં રહ્યું છે. ઘણા વપરાશકર્તાઓ માને છે કે તે વ્યક્તિગત ડેટા ફેસબુક સાથે શેર કરશે. વિવાદ વધતાં નવી નીતિને થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવી હતી. WABetaInfo ના જણાવ્યા અનુસાર નવા વોટ્સએપ નિયમો 15 મેથી અમલમાં આવશે. તે જ સમયે અન્ય એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે WhatsApp હવે વપરાશકર્તાઓને પોલીસી સમજાવશે. આ પોલીસી સ્વીકાર કરાવવા માટે નવો કીમિયો શોધી લાવી છે કંપની.

આ રીતે સમજાવશે પોલીસી

વોટ્સએપ તેની નવી પ્રાઈવસી પોલીસી અંગે ફેલાતા ભ્રમ સામે લડવા માટે નવી ટેકનીક અપનાવી રહ્યું છે. અહેવાલ મુજબ આવતા અઠવાડિયામાં WhatsApp તેની એપ્લિકેશન પર એક બેનર બતાવવાનું શરૂ કરશે. જે વપરાશકર્તાઓને પ્રાઈવસી વિશે સમજાવશે. આ બેનર બરાબર ચેટની ઉપર હશે, જેમાં જણાવવામાં આવશે કે ‘અમે નિયમો અને પ્રાઈવસી પોલીસીને અપડેટ કરી રહ્યા છીએ. વાંચવા માટે ટેપ કરો.’ તેના પર ટેપ કરવાથી વિગતો સાથે આખી પોલીસી જોવા મળશે. અને તેને સ્વીકારવાનો વિકલ્પ પણ સાથે હશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નવા બેનર સુવિધા વિશે વાત કરતા, વોટ્સએપે બ્લોગપોસ્ટમાં કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે બધા વપરાશકર્તાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો બચાવ કરવાના અમારા ઇતિહાસને જાણો. અને વિશ્વાસ કરો કે અમે લોકોની ગોપનીયતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. યુઝર્સને સમજાવવા માટે હાલમાં અમે વોટ્સએપની સ્ટેટસ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છીએ. આગામી સમયમાં અમે અન્ય પદ્ધતિઓ પણ અપનાવીશું.

15 મે સુધીમાં સ્વીકારવી પડશે પોલીસી

બ્લોગમાં જણાવ્યું છે કે વપરાશકર્તાઓને બેનર થકી અમે પોલીસી વિષે સમજાવીશું અને તેને એક્સેપ્ટ કરવાનું કહીશું. વપરાશકર્તાઓએ આ અપડેટ 15 મે સુધી સ્વીકારી શકે છે. WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે ‘અંગત સંદેશા હંમેશાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટ કરવામાં આવશે, તેથી વોટ્સએપ તેમને વાંચી અથવા સાંભળી શકશે નહીં’.

અન્ય એપ્લિકેશનો પર જતા લોકો માટે WhatsAppની સલાહ

વોટ્સએપે કહ્યું કે ‘આ દરમિયાન, ઘણા લોકો અન્ય એપ્લિકેશનો તરફ વળ્યા છે. અમે જોયું છે કે અમારા કેટલાક વિરોધીઓ દાવો કરે છે કે તેઓ લોકોના સંદેશા જોતા નથી. અમે કહીએ છીએ કે એપ્લિકેશનો કે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરતી નથી તે તમારા સંદેશાઓ વાંચી શકે છે. કેટલીક અન્ય એપ્લિકેશનો કહે છે કે તેઓ વધુ સારી છે કારણ કે તેઓ વોટ્સએપ કરતા ઓછી જાણકારી લે છે. અમે માનીએ છીએ કે લોકો એવી એપ્સ શોધી રહ્યા છે જે વિશ્વસનીય અને સલામત બંને છે.’

નવી લોગઆઉટ સુવિધા

WABetaInfo ના અહેવાલ અનુસાર WhatsApp ટૂંક સમયમાં એક નવી લોગઆઉટ સુવિધા લાવશે. આ સુવિધા દ્વારા વપરાશકર્તાઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે એપ્લિકેશનમાંથી લોગઆઉટ કરી શકશે. આ સુવિધા તેમના માટે ઉપયોગી સાબિત થશે જે આવનારા મેસેજના કારણે સતત વ્યસ્ત રહે છે. હાલમાં વોટ્સએપમાં લોગઆઉટ જેવી સુવિધા નથી. ઇન્ટરનેટ ચાલુ કરતા જ સંદેશાઓ આવવાનું શરૂ થઇ જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">