OMG ! માત્ર 14 દિવસમાં કમાવો 9 લાખ રૂપિયા, આ કંપની આપી રહી છે તક, જાણો એવું તો શું કામ છે.

અરજદારે નાતાલની ઉજવણી તેના ઘરે નહીં પરંતુ કાર્યસ્થળ પર જ કરવાની હોય છે. આ નોકરી માટે અરજદારે 24 કલાક પરિવાર સાથે રહેવું પડશે અને તેણે બાળકોના નાહવા, ધોવા અને ખાવા-પીવાની તમામ જવાબદારીઓ ઉઠાવવી પડશે.

OMG ! માત્ર 14 દિવસમાં કમાવો 9 લાખ રૂપિયા, આ કંપની આપી રહી છે તક, જાણો એવું તો શું કામ છે.
This company is giving a chance to earn 9 lakh rupees in just 14 days, know what to do in this job
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:50 AM

આજના સમયમાં દરેક વ્યક્તિ તેની 8 કલાકની નોકરી અને બોસની મગજમારીથી પરેશાન છે, નોકરી કરનાર લોકો ફક્ત એ જ વિચારે છે કે ક્યારે તેમના 8 કલાક પતે અને ક્યારે તેઓ ઘરે જાય, પણ બધાનું એક સપનું હોય છે કે કાશ આપણી પણ કોઈ એવી નોકરી (Dream Job) હોત જ્યાં આપણને વગર મહેનતે ઘરે બેઠા લાખો રૂપિયા કમાવવાનો મોકો મળે! હાલના સમયમાં આવી જ એક જોબ લોકો વચ્ચે ચર્ચામાં છે. આ જોબ ભલે માત્ર બે અઠવાડિયા માટે જ હોય. પરંતુ તેને છોડ્યા પછી, તમે ચોક્કસપણે લખપતી બની જશો.

વાસ્તવમાં આ નોકરી સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં (Edinburgh)  છે. અહીં એક જાહેરાત અનુસાર, આ નોકરીમાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાજર રહેવું પડશે. જેના બદલામાં £9000 એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 9 લાખ રૂપિયાની રકમ મળશે. જો કે, આ નોકરીની શરત એ છે કે આ સમય દરમિયાન વ્યક્તિને ઘરે જવા દેવામાં આવશે નહીં. જેનો અર્થ છે કે જો તમારે આટલા પૈસા કમાવવા હોય તો તમારે ઘરે ક્રિસમસ ઉજવવાનો વિચાર છોડી દેવો પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં રહેતા એક ખૂબ જ અમીર પરિવારે જાહેરાત આપી છે કે. તેમને નાતાલની રજાઓ દરમિયાન તેમના બાળકો માટે આયાની જરૂર હોય છે. જેઓ તેમના બાળકોની સંભાળ રાખે છે. આ દરમિયાન કામદારને £600 એટલે કે 59 હજાર રૂપિયા પ્રતિ દિવસનો પગાર મળશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ નોકરીની સૌથી મહત્વની વાત એ છે કે અરજદારે નાતાલની ઉજવણી તેના ઘરે નહીં પરંતુ કાર્યસ્થળ પર જ કરવાની હોય છે. આ નોકરી માટે અરજદારે 24 કલાક પરિવાર સાથે રહેવું પડશે અને તેણે બાળકોના નાહવા, ધોવા અને ખાવા-પીવાની તમામ જવાબદારીઓ ઉઠાવવી પડશે.

કહેવાનો અર્થ એ છે કે જેને આ નોકરી મળશે તેણે બાળકોની સંપૂર્ણ સંભાળ રાખવી પડશે અને દિવસભર અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું પડશે. આ નોકરી માટે અરજી કરનાર અરજદારે સંપૂર્ણ રસીકરણ કરાવવું આવશ્યક છે. આ સાથે તેની પાસે બાળકોને સંભાળવાનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ સાથે, જે પણ આ નોકરી માટે પસંદ કરવામાં આવશે તેને એમ્પ્લોયર તરફથી આવવા-જવાનો તમામ ખર્ચ આપવામાં આવશે.

આ પણ વાંચો – ગાલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની મશ્કરી, ચીને પોતાના જ બ્લોગરને આપી કડક સજા, જાણો તેણે શું કર્યું?

આ પણ વાંચો – Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર અને પત્રલેખાનું યોજાયુ રિસેપ્શન..જુઓ નવવિવાહિત કપલનો શાહી અંદાજ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">