સોશિયલ મીડિયાનો પ્રકોપ ! આ યુવતીને પોતાની જ માતાથી થાય છે જલન, કારણ છે ચોંકાવનારું

સામાન્ય રીતે દરેક દીકરી માતાની સુંદરતાના વખાણ સાંભળીને ખૂબ ખુશ થાય છે. પરંતુ જેસને એક સમસ્યા છે કે લોકો તેના કરતાં તેની માતાની સુંદરતાના વખાણ કરે છે.

સોશિયલ મીડિયાનો પ્રકોપ ! આ યુવતીને પોતાની જ માતાથી થાય છે જલન, કારણ છે ચોંકાવનારું
Mother and Daughters

શું દીકરી (Daughter) પોતાની માતાની (Mother) ઈર્ષ્યા કરી શકે ? સ્વાભાવિક રીતે, આવા પ્રશ્ન પર, મોટાભાગના લોકો કહેશે કે આવું તો કઇં થતુ હોય ? તમને સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં (Florida, USA) રહેતી 19 વર્ષની જેસ પોતાની માતાની ખૂબ જ ઈર્ષ્યા (Jealous) કરે છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. જો કે મા-દીકરી વચ્ચેની આ ઈર્ષ્યા ક્યૂટ ઈર્ષ્યા જેવી છે. તો ચાલો જાણીએ શું છે મામલો ?

જેસને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. પરંતુ જેવી જ જેસ તેની માતા સાથેનો વીડિયો કે ફોટો શેર કરે છે તો લોકો તેની જગ્યાએ માતાને વધુ પ્રાધાન્ય આપે છે. આ સિવાય તે પોતાની માતાની સુંદરતાના પણ ઉગ્ર વખાણ કરે છે. આનાથી જેસ ઘણી નારાજ થાય છે. પરિણામ એ આવ્યું કે હવે તેને આ વાતને લઈને તેની પોતાની માતાની ઈર્ષ્યા થાય છે. તે ઘણીવાર તેની માતાને પૂછે છે કે તે તેના જેટલી સુંદર કેમ નથી? તમને જણાવી દઈએ કે જેસને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવી છે.

સામાન્ય રીતે દરેક દીકરી માતાની સુંદરતાના વખાણ સાંભળીને ખૂબ ખુશ થાય છે. પરંતુ જેસને એક સમસ્યા છે કે  લોકો તેના કરતાં તેની માતાની સુંદરતાના વખાણ કરે છે. જેસે તાજેતરમાં એક ટિકટોક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની માતાને પૂછતી જોવા મળે છે કે તેની માતા તેના કરતા વધુ સુંદર કેવી રીતે દેખાય છે.

વીડિયોમાં જેસની માતા સુંદર સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકોએ જેસને બદલે તેની માતાના વખાણ કર્યા છે. કેટલાકે તેને આઇકોન ગણાવી છે તો કેટલાકે તેને બ્યુટી ક્વીન કહી છે. ઘણા લોકોએ, જેસની ઈર્ષ્યા વિશે વાત કરતા લખ્યું છે કે તેનામાં સંપૂર્ણપણે માતાના જીન્સ આવ્યા નથી લાગતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આવા ઘણા સમાચાર સામે આવ્યા છે. જેમાં યુઝર્સ ક્યારેક મા-દીકરીની ઉંમરને લઈને મૂંઝવણમાં પડી ગયા હતા કે પછી તેમને દીકરી કરતાં વધુ સુંદર માતા જોઈ હતી. હાલમાં જ લિસા ગુલ્યાવા નામની છોકરી તેની માતાના કારણે ચર્ચામાં રહી હતી. લિસાના જણાવ્યા અનુસાર તેની માતાની ઉંમર 45 વર્ષ છે. પરંતુ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરમાં લિસાની માતા તેના કરતા ઘણી નાની દેખાઈ રહી હતી.

આ પણ વાંચો – Maharashtra: ‘ઓમિક્રોન’નું જોખમ વધ્યું, વિદેશથી મુંબઈ આવતા મુસાફરોને 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત

આ પણ વાંચો –

દેશી જુગાડ ! વાળ સુકવવા માટે આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઇ તમે પણ બની જશો તેના ફેન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati