સામાન્ય રીતે જીન્સ પેન્ટની કિંમત પાંચ હજાર રૂપિયા સુધી હોય છે. બની શકે છે કે તમારામાંથી ઘણાએ બ્રાન્ડેડ, મોંઘી અને ડિઝાઇનર જીન્સ પહેરી હોય, જેની કિંમત 10 થી 20 હજાર રૂપિયા હશે. ત્યારે શ્રીમંત લોકો તેનાથી પણ કિંમતી જીન્સ (Jeans Pants)પહેરતા હશે. પરંતુ તમે ઉપર જે ચિત્ર જુઓ છો, તે મેલા જીન્સની કિંમત લાખોમાં છે. તમને આશ્ચર્ય થશે એ સ્વભાવિક છે? આટલું જ નહીં તે વેચવામાં પણ આવી છે. હવે તમે વિચારતા જ હશો કે આ જીન્સ (Jeans)માં એવું શું ખાસ છે, જેને ખરીદવા માટે લોકો લાખો ખર્ચ કરવા તૈયાર છે.
વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ વિન્ટેજ જીન્સ 1880માં અમેરિકાની એક નિર્જન ખાણમાંથી મળી આવી હતી. આટલા વર્ષો વીતી ગયા પછી પણ જીન્સ પહેરવા જેવી હાલતમાં છે. 1 ઓક્ટોબરના રોજ, સાન ડિએગો સ્થિત બે જૂના કપડાના ડીલરો ક્લે હોપર્ટ અને ઝિપ સ્ટીવેન્સને તેને હરાજીમાં રૂ. 62 લાખમાં ખરીદ્યું હતું. હોપર્ટે બોલીના 90 ટકા ચૂકવ્યા છે. તેમને આશા છે કે હવે તેઓ તેને વધુ કિંમતે વેચી શકશે. ખરીદદારે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે અમેરિકન કપડાની બ્રાન્ડ Levi’sની સ્થાપના 1853માં થઈ હતી. આ કંપની તેના ડેનિમ જીન્સ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. ખાણમાંથી મળેલી આ જીન્સનો ઉપયોગ ત્યારે એક મજૂર કરતો હતો. આ વિન્ટેજ જીન્સ ‘ગોલ્ડ રશ’ યુગની છે. તેમાં કમરબંધ પર સસ્પેન્ડર બટન અને બેક પોકેટ છે.
જોકે, આ વિન્ટેજ જીન્સની કિંમત જાણીને નેટીઝન્સ દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કેટલાક કહે છે કે આટલા પૈસાથી સારું ઘર ખરીદી શકાયું હોત. ત્યારે કેટલાક કહે છે કે આ ગંદા પેન્ટ કોણ ખરીદવા માંગશે.