Gujarati News » Trending » The train has 9 types of whistle and each sound has a different meaning, so find out today about this whistle
Knowledge : ટ્રેનમાં કુલ 9 પ્રકારે વ્હિસલ વગાડાય છે, વ્હિસલના દરેક અવાજનો અલગ-અલગ હોય છે અર્થ, તો આજે જાણો આ વ્હિસલ વિશે…
Symbolic image
આજ સુધી તમે ઘણી વાર ટ્રેનના વ્હિસલ (સીટી) (Train whistle) સાંભળ્યા હશે. પણ આગલી વખતે તેમનો અવાજ ધ્યાનથી સાંભળોજો. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેનોમાં 9 પ્રકારના વ્હિસલહોય છે. દરેક વ્હિસલનો અલગ-અલગ અર્થ હોય છે.
ભારતમાં ટ્રેનમાં (Indian Train) મુસાફરી કરવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે બસ કરતાં વધુ અનુકૂળ અને પ્લેન કરતાં સસ્તું છે. ભારતમાં ટ્રેન નેટવર્ક દૂરના વિસ્તારોમાં ફેલાયેલું છે. આવી સ્થિતિમાં લોકો આમાંથી સૌથી વધુ મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે ઘણી વાર ટ્રેનની વ્હિસલ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે વ્હિસલ સાંભળો છો તે એક જ પ્રકારનું નથી? ટ્રેનોમાં કુલ 9 પ્રકારની વ્હિસલ (9 types of whistle) હોય છે. બધી વ્હિસલ અલગ અલગ અર્થ ધરાવે છે. ચાલો તમને આ 9 પ્રકારની વ્હિસલ વિશે જણાવીએ. આ સાથે આ બધા વ્હિસલનો અર્થ પણ તમને સમજાવે છે.
જાણો 9 પ્રકારના વ્હિસલવિશે…
1 શોર્ટ વ્હિસલ- આ વ્હિસલનો અર્થ છે કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને હવે તેને સાફ કરવાનો સમય આવી ગયો છે.
2 શોર્ટ વ્હિસલ- આનો અર્થ છે કે ટ્રેન હવે ચાલવા માટે તૈયાર છે.
3 શોર્ટ વ્હિસલ- તેનો અર્થ એ છે કે ટ્રેનના લોકોપાયલોટે એન્જિન પરથી નિયંત્રણ ગુમાવ્યું છે અને હવે ગાર્ડે વેક્યૂમ બ્રેક વડે ટ્રેનને રોકવી પડશે.
4 શોર્ટ વ્હિસલ- આ વ્હિસલનો અર્થ છે કે ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે અને હવે ટ્રેન આગળ નહીં વધે.
2 નાના અને 1 મોટા વ્હિસલ- આ પ્રકારના વ્હિસલ બે કારણોસર વગાડવામાં આવે છે. સૌ પ્રથમ, જ્યારે કોઈ વ્યક્તિ ટ્રેનની સાંકળ ખેંચે છે અથવા જ્યારે ગાર્ડ વેક્યુમ પ્રેશર બ્રેક લગાવે છે.
ખૂબ લાંબી વાગતી વ્હિસલ – જો ટ્રેન સતત વ્હિસલ વગાડે છે, તો તેનો અર્થ એ છે કે તે પ્લેટફોર્મ પર અટકશે નહીં.
બે વાર વચ્ચે અટકી-અટકીને વગાડેલી વ્હિસલ – જ્યારે ટ્રેન રેલવે ક્રોસિંગ પાસે આવે છે, ત્યારે ટ્રેન આ રીતે વચ્ચે-વચ્ચે બે વાર વ્હિસલ વગાડે છે. તેનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ રેલવે ટ્રેકની નજીક આવી શકે નહીં.
બે લાંબી અને એક ટૂંકી વ્હિસલ – જ્યારે ટ્રેન તેનો ટ્રેક બદલે છે, ત્યારે આવું વ્હિસલવાગે છે.
6 શોર્ટ વ્હિસલ- જ્યારે લોકોપાયલોટને કોઈ ખતરો લાગે છે ત્યારે તે આ પ્રકારની વ્હિસલ વગાડે છે.