રસ્તા પર લાકડી લઈને ઉતરી પ્રેગ્નેન્ટ મહિલા DSP, સોશિયલ મીડિયા પર લોકોએ વધાવી લીધી

હાલમાં આખી દુનિયા કોરોના વાઈરસની બીજી લહેર સામે લડી રહી છે. ભારતમાં પણ આ મહામારીએ ફરીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. રોજ લાખોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે, જેને કારણે ફરીથી દેશમાં કેટલાક પ્રતિબંધો લગાડી દેવામાં આવ્યા છે.

  • Publish Date - 7:30 pm, Tue, 20 April 21 Edited By: Kunjan Shukal

હાલમાં આખી દુનિયા કોરોના વાઈરસની બીજી લહેર સામે લડી રહી છે. ભારતમાં પણ આ મહામારીએ ફરીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. રોજ લાખોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે, જેને કારણે ફરીથી દેશમાં કેટલાક પ્રતિબંધો લગાડી દેવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં તો ફરીથી લૉકડાઉન લગાડી દેવામાં આવ્યુ છે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ધ્યાન આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો કોરોનાને લઈને પોસ્ટ શેર કરી રહ્યા છે. હાલમાં જ એક મહિલા DSPનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જાણો સમગ્ર મામલો શું છે અને કેમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

કોરોનાના વધતાં સંક્રમણને કારણે ફરીથી પ્રતિબંધો વધારી દેવાયા છે. રસ્તાઓ પર ચેકિંગ વધારી દેવાયુ છે. તેવામાં છત્તીસગઢના દુર્ગમાં રહેતી અને દાંતેવાડામાં ફરજ બજાવતી DSP શિલ્પા સાહુ જે કામ કરી રહી છે, તેને જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે શિલ્પા સાહુ પ્રેગ્નેન્ટ હોવા છતાં પોતાની ફરજ નિભાવી રહી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની હાલત શું છે તેમ છતાં હાથમાં લાકડી લઈને રસ્તા પર ઉતરી છે અને લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા કહી રહી છે. તે લોકોને રોકીને પૂછતાછ પણ કરી રહી છે તો હવે સૌથી પહેલા તમે આ વીડિયો જુઓ…

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સાથે લોકો શિલ્પા સાહુને બિરદાવી રહ્યા છે અને તેમના આ કામ બદલ તેમને સલામ કરી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઈ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: DELHI POLICE : સારવાર લઇ રહેલા 235 કોરોના દર્દીઓ માટે ભગવાન બનીને આવી દિલ્હી પોલીસ, જાણો સમગ્ર ઘટના