પાંજરું ખોલતાં જ પાળેલા અજગરે માલકિનને જકડી લીધી, VIDEO જોઈને તમને પરસેવો છૂટી જશે

Pet Snake Attacks Owner: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાલતુ અજગર મહિલા પર હુમલો કરતો જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 8.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

પાંજરું ખોલતાં જ પાળેલા અજગરે માલકિનને જકડી લીધી, VIDEO જોઈને તમને પરસેવો છૂટી જશે
python VIDEO
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Oct 30, 2022 | 10:36 PM

Woman Release Snake From Cage: મોટાભાગના લોકો કૂતરા, બિલાડી અથવા પક્ષીઓને ઉછેરવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે ખતરનાક જીવોને ઉછેરવાના શોખીન છે, ઉદાહરણ તરીકે સાપ,અજગર, કાચિંડા વગેરે… અજગરને પાળવો સાંભળવામાં થોડુ વિચીત્ર લાગે.પરંતુ તે ક્યારે જીવલેણ સાબીત થાય તે કહી શકાય નહીં. તેમ છતાં, લોકો આવા ભયંકર અને ખતરનાક જીવોને પાળે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પાલતુ અજગર મહિલા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી જાય છે.

આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે મહિલા કાચની પેટીમાંથી અજગરને બહાર કાઢે છે, ત્યારે અજગર અચાનક મહિલા પર હુમલો કરી દે છે. આગળના વીડિયોમાં અજગર મહિલાનો હાથ તેમજ તેનો પગ જકડી લે છે, જેનાથી એક પુરુષ અને તેને બચાવવા આવે છે અને અજગરની પકડમાંથી મહિલાને છોડાવવાનો ખુબ પ્રયત્ન કરે છે. પાલતુ અજગરના માલિક પર આવો ખતરનાક હુમલો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો જોઈને લાગે છે કે અજગર પાળવો મહિલા માટે મોટી ભૂલ સાબિત થયો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘ડેઈલી લાઉડ’ નામથી શેર કરવામાં આવ્યો છે, જેમાં એક રૂમમાં એક્વેરિયમ જેવું કાચનું બોક્સ છે. જેમાં એક મોટો અજગર છે. વિડિયોમાં, મહિલાએ ઉપરથી પાંજરું ખોલતા જ તેમાંથી અજગર બહાર આવવા લાગે છે. આ દરમિયાન, જ્યારે મહિલા અજગરના માથાને પ્રેમથી સ્પર્શ કરી રહી હતી, ત્યારે અજગર અચાનક તેના હાથ પર હુમલો કરે છે અને તેને જોરથી પકડી લે છે. તેની પકડ એટલી મજબૂત છે કે તેનાથી છૂટકારો મેળવવો લગભગ અશક્ય લાગે છે. આ દરમિયાન પુરુષ પણ મહિલાની મદદ કરવા ત્યાં પહોંચી જાય છે. આ દરમિયાન ઘણા પ્રયત્નો પછી પણ અજગર મહિલાનો હાથ છોડતો નથી અને મહિલાનો પગ પણ જકડી લે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અત્યાર સુધીમાં 8.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સમયે 110.4K લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે, જ્યારે 13.6K લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati