સિંહોને મિજબાની સમયે જ અંદરો અંદરની લડાઇ કરવી ભારે પડી, શિકાર ઉઠીને ભાગી ગયો, જુઓ Viral Video

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pinak Shukla

Updated on: Jan 24, 2023 | 5:11 PM

Viral Video : વીડિયોમાં જોઇ શકાય છે કે ઘણા બધા સિંહ અને સિંહણ મળીને એક જંગલી ભેંસને પકડે છે. આ શિકારીઓ એક સાથે મિજબાની કરવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે થોડી જ વારમાં અચાનક સિંહ અને સિંહણ એકબીજા સાથે લડવા લાગે છે.

સિંહોને મિજબાની સમયે જ અંદરો અંદરની લડાઇ કરવી ભારે પડી, શિકાર ઉઠીને ભાગી ગયો, જુઓ Viral Video
સિંહોની લડાઇમાં શિકાર ભાગી છુટવાનો વીડિયો વાયરલ

સિંહને જંગલનો રાજા કહેવાય છે. જો કે સિંહને ખૂબ જ ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. સિંહ ટોળામાં પોતાનો શિકાર કરતો હોય છે અને સાથે મળીને શિકારની મિજબાની માણતો હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટોળામાં શિકાર કરવો સિંહોને જ ભારે પડી ગયો છે. સિંહ શિકારને ભુલીને લડાઇમાં લાગી જાય છે. જેના કારણે સિંહોએ તેમનો શિકાર ગુમાવવાનો વારો આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ઘણા બધા સિંહ અને સિંહણ મળીને એક જંગલી ભેંસને પકડે છે. આ શિકારીઓ એક સાથે મિજબાની કરવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે થોડી જ વારમાં અચાનક સિંહ અને સિંહણ એકબીજા સાથે લડવા લાગે છે. પછી તો શું..શિકાર બનેલી ભેંસને મોકો મળે છે અને તે છૂપી રીતે ત્યાંથી સરકી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે સિંહ અને સિંહણ એકબીજા સાથે લડાઈમાં વ્યસ્ત હોય છે ત્યારે કેવી રીતે હોશિયારી બતાવતી આરામથી નીકળી જાય છે.

 સિંહોના ચુંગાલમાંથી ફરાર થઇ જતી ભેંસનો વીડિયો અહીં જુઓ

આ ફની ફાઇટ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @weirdterrifying હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 30 સેકન્ડની આ ક્લિપને 76 લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે વીડિયોને 1.4 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને માત્ર શેર જ નથી કરી રહ્યા, પરંતુ વિવિધ રીતે પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

એક યુઝર કહે છે કે, સિંહોની લડાઈએ એક ભેંસનો જીવ બચાવ્યો. જેમાં બીજાએ લખ્યું છે કે, હાથ આવ્યો પણ મોઢું ન લાગ્યું. અન્ય એક યુઝરે લખ્યું છે કે, તેઓએ માણસોની આદત પણ વિકસાવી છે. એકંદરે આ વીડિયોએ લોકોને રોમાંચિત કર્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati