USના ઈતિહાસનો સૌથી કાળો દિવસ, જુઓ ટ્રમ્પના સમર્થકોની હરકત

USમાં ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં ઘૂસણખોરી કરી હતી. ત્યાં હંગામો થતાં પરિસ્થિતી ગંભીર બની હતી

  • tv9 webdesk39
  • Published On - 16:51 PM, 7 Jan 2021
USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં ઘૂસણખોરી કરી હતી. ત્યાં હંગામો થતાં પરિસ્થિતી ગંભીર બની હતી.
સ્થિતીને કાબૂમાં લેવા સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યુ હતું, જેમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા.
ટ્રમ્પના હિંસક સમર્થકોએ કેપિટલ હિલને પોતાના કબજામાં લીધુ.
જ્યારે ટ્રમ્પના હિંસક સમર્થકો કાબૂમાં ન આવ્યા ત્યારે પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસની ગોળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસામાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. આમાંની એક મહિલાનું મોત પોલીસની ગોળી વાગવાથી થયુ છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગડબડી થઈ છે. જ્યારે જો બાઈડેનએ કહ્યુ કે 'હું ટ્રમ્પને તેમની શપથ પૂરી કરવા અને બંધારણની રક્ષા કરવા વિનંતી કરું છું'