Viral Video: આટલો ભયાનક અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય ! પહેલા બાઈક સાથે ટક્કર પછી ટ્રકએ કચડ્યા
એક વીડિયો (Accident Viral Video)આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. વીડિયોમાં રાહદારી અને બાઈક ચાલકની ટક્કર બાદ ટ્રક તેમને અડફેટે લે છે. લોકો આ ભયંકર અકસ્માત જોઈ સ્તબ્ધ રહી ગયા.
દુનિયામાં એવા લોકોની કોઈ કમી નથી, જેમને જે કરવાની ના પાડી હોય એજ કરતા હોય છે. ખાસ કરીને ભારતમાં આવા ઘણા લોકો છે. તમે જોયું જ હશે કે જ્યાં દીવાલો પર લખેલું હોય છે કે ‘અહીં કચરો ફેંકવાની મનાઈ છે’ ત્યાં લોકો મોટાભાગે ત્યાં કચરો ફેંકીને જાય છે. આવો જ નજારો રસ્તાઓ પર પણ જોવા મળે છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બેદરકારીપૂર્વક રસ્તો ઓળંગે છે, જ્યારે વાહનો હંમેશા તે રસ્તાઓ પર દોડતા હોય છે. એવું નથી કે રાહદારીઓ રોડ ક્રોસ કરી શકે તે માટે અંડરગ્રાઉન્ડ પુલ બનાવવામાં આવ્યા નથી, પરંતુ લોકો ઉતાવળમાં આવું કરે છે. આને લગતો એક વીડિયો (Accident Viral Video) આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે કાર અને બાઇક તે રસ્તા પરથી તેજ ગતિએ પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, બાઇક સવાર રાહદારીના કારણે અકસ્માતનો શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહનો ખૂબ જ ઝડપે જઈ રહ્યા છે અને એક વ્યક્તિ ચાલતી વખતે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે એક ઝડપી બાઇક સવાર આવીને તેને ટક્કર મારી હતી. આવી સ્થિતિમાં, બાઇક સવાર તે જ રસ્તા પર પડે છે, તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રક તેની ઉપર ચઢી જાય છે. હવે તમે જ વિચારો કે આ અકસ્માતમાં દોષ કોનો છે?
આ ઘટના હૈદરાબાદની જણાવવામાં આવી રહી છે. આ વીડિયોને @siddharthk63 નામના આઈડીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં એક બાઇક સવાર તેમજ રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
#Hyderabad #Telangana Three people were killed on spot in an accident at Medchal on early hours of Monday. As seen in the video, the overspeeding bike hit a man who was crossing the road and then all the three of them came under the truck Police have registered a case pic.twitter.com/rjL7VtMxuk
— Siddharth KumarSingh (@siddharthk63) September 12, 2022
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. એટલા માટે કહેવાય છે કે રોડને હંમેશા જોઈને જ ક્રોસ કરવો જોઈએ અને એવી જગ્યાએથી ક્યારેય ક્રોસ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, જ્યાંથી વાહનો વધુ સ્પીડમાં પસાર થતા હોય.