આ ટેણિયાએ તો ભારે કરી ! DJ માટે આ બાળકે પોલીસ સાથે કરી ગજબની દલીલ, Video જોઈને તમે પણ દંગ રહી જશો

આ ટેણિયાએ તો ભારે કરી ! DJ માટે આ બાળકે પોલીસ સાથે કરી ગજબની દલીલ, Video  જોઈને તમે પણ દંગ રહી જશો
boy started debate with policemen for dj

આજકાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક ડીજે માટે પોલીસવાળા સાથે દલીલ કરે છે. બાળકની ચર્ચાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 18, 2021 | 6:50 PM

Viral Video : પાર્ટી કે કોઈ પણ ફંક્શનમાં DJ ની ધૂન પર ડાન્સ કરવામાં આવે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ડીજે વગાડવાનો સમય નક્કી છે. જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેને પોલીસકર્મીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જ એક કિસ્સો તેલંગાણાથી (Telangana) પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 6 વર્ષનો છોકરો ડીજે વગાડવાને લઈને પોલીસકર્મી સાથે દલીલ કરી રહ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

DJ ની પરવાનગીને લઈને આ બાળકે પોલીસ સાથે કરી દલીલ

મળતી માહિતી મુજબ, તેલંગણાના સંગારેડી જિલ્લામાં આ બનાવ બન્યો હતો. જ્યાં 6 વર્ષનો બાળક ડીજેને લઈને પોલીસકર્મીઓ સાથે દલીલો કરવા લાગે છે. સદાશિવપેટ શહેરમાં દુર્ગા માતાની મૂર્તિનું (Durga Idols) વિસર્જન ચાલી રહ્યું હતું. આ દરમિયાન માતાની ઝાંખી બહાર કાઢવામાં આવી રહી હતી. પરંતુ નિયમોનુ પાલન ન થતા પોલીસ ડીજે બંધ કરવાનુ કહે છે. ત્યારે આ 6 વર્ષનો છોકરો ડીજેની પરવાનગી અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે દલીલ કરે છે. આ વીડિયો જોઈને તમે પણ બાળકની પ્રશંશા કરશો.

જુઓ વીડિયો

બહાદુર ટેણિયાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ વિડીયો જોયા પછી તમે ચોક્કસ કહેશો કે ભલે આ બાળક (Child) છ વર્ષનું છે, પણ તેમાં ઘણી હિંમત છે. આ બાળકે એ કામ કર્યુ જે પુખ્ત વયના વ્યક્તિ પણ ન કરી શકે. જે રીતે બાળક ડીજેની પરવાનગી અંગે પોલીસકર્મી સાથે વાત કરી રહ્યો છે, તેની હિંમત જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત છે. ત્યાં હાજર લોકો બાળકો અને પોલીસકર્મીઓ (Policeman) વચ્ચેની આ ચર્ચા જોઈને આનંદ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : Viral : વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન જીવવા કરતા કરી રહી છે આ કામ, વૃદ્ધાની ખુદ્દારી જોઈને તમે પણ દંગ રહી જશો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati