કારમાં બેસી બર્ગર ખાઈ રહ્યો હતો કિશોર, પોલીસે આવી ધડાધડ વરસાવી ગોળીઓ, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya

Updated on: Oct 08, 2022 | 6:33 PM

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ પોલીસકર્મીને બરતરફ કરવામાં આવ્યો છે. પીડિત છોકરાનું નામ એરિક કેન્ટુ જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસકર્મીનું નામ જેમ્સ બ્રેનન્ડ છે.

કારમાં બેસી બર્ગર ખાઈ રહ્યો હતો કિશોર, પોલીસે આવી ધડાધડ વરસાવી ગોળીઓ, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો
shocking viral video
Image Credit source: Twitter

અમેરિકામાં એક ખૂબ જ દર્દનાક અને આઘાતજનક અકસ્માત જોવા મળ્યો છે. સ્થાનિક સમાચારોના અહેવાલો અનુસાર એક પોલીસકર્મીએ કારમાં બેસેલા અને બર્ગર ખાઈ રહેલા 17 વર્ષના છોકરા પર પોતાની બંદૂક વડે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Firing viral Video) થયો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ પોલીસકર્મીને બરતરફ કરવામાં આવ્યો છે. પીડિત છોકરાનું નામ એરિક કેન્ટુ જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસકર્મીનું નામ જેમ્સ બ્રેનન્ડ છે.

વાસ્તવમાં મામલો એવો છે કે રવિવારે મેકડોનાલ્ડ કાર પાર્કમાં 17 વર્ષીય કિશોર પોતાની કારમાં આરામથી બેસીને બર્ગર ખાઈ રહ્યો હતો, ત્યારે એક પોલીસકર્મી ત્યાં પહોંચ્યો અને તેને કારનો દરવાજો ખોલીને કારમાંથી બહાર નીકળવાનું કહ્યું. હવે કિશોરે તેને પૂછ્યું કે તેને આવો આદેશ કેમ આપવામાં આવી રહ્યો છે તો પોલીસકર્મીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. પછી શું, તેણે તરત જ પોતાની કાર સ્ટાર્ટ કરી અને ત્યાંથી જવા લાગ્યો. આ પછી પોલીસકર્મીએ તેની બંદૂક કાઢી અને તેની કાર પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું.

કિશોર હાલ હોસ્પિટલમાં દાખલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં છોકરા સાથે એક છોકરી પણ બેઠી હતી, પરંતુ તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. મીડિયા અહેવાલો અનુસાર કિશોર પર શરૂઆતમાં અટકાયતથી બચવા અને પોલીસ અધિકારી પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોલીસકર્મીના બોડી-કેમ ફૂટેજ બહાર આવ્યા બાદ તેના પરના આરોપો રદ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાન એન્ટોનિયો પોલીસ ચીફ વિલિયમ મેકમેનસે કહ્યું કે કિશોર કે કિશોરી જે કારમાં હતા તેને પોલીસ ઓફિસર જેમ્સ બ્રેનન્ડ સાથે કોઈ લેવાદેવા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati