ઈ-સ્કૂટર બાદ દેશમાં પહેલીવાર ઈલેક્ટ્રિક કારમાં પણ લાગી આગ, જાણો કંપનીએ શું કહ્યું

ઈ-સ્કૂટર બાદ દેશમાં પહેલીવાર ઈલેક્ટ્રિક કારમાં પણ લાગી આગ, જાણો કંપનીએ શું કહ્યું
Electric Car Catches Fire
Image Credit source: Twitter

વીડિયોમાં ફાયર બ્રિગેડના જવાનો કારમાં લાગેલી આગને કાબુમાં લેતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ(Social Media) મીડિયા પર વાયરલ થયા બાદ કાર નિર્માતાએ આ ઘટના અંગે નિવેદન જાહેર કરીને મામલાની તપાસ કરવાનું કહ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jun 23, 2022 | 2:50 PM

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓએ પહેલાથી જ ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી હતી. હવે ભારતમાં ઈલેક્ટ્રિક કાર તરીકે સૌથી વધુ વેચાતી ટાટા નેક્સન (Tata Nexon) માં આગ લાગવાની પહેલી ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મુંબઈના વસઈ વિસ્તારની છે જ્યાં અચાનક નેક્સનમાં આગ લાગી હતી. વીડિયોમાં ફાયર બ્રિગેડના જવાનો કારમાં લાગેલી આગને કાબુમાં લેતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાર નિર્માતાએ આ ઘટના અંગે નિવેદન જાહેર કરીને મામલાની તપાસ કરવાનું કહ્યું છે.

મુંબઈના વસઈ વિસ્તારમાં કારમાં લાગી આગ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, કારમાં આગ મુંબઈના વસઈ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની બહાર લાગી હતી. ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. કારમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.

ટાટા મોટર્સે કહ્યું- તપાસ કરી રહ્યા છીએ

ઇલેક્ટ્રિક કારમાં આગ લાગ્યા બાદ ટાટા મોટર્સ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપની કારમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ કરી રહી છે, નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ કંપની લોકો સામે તથ્યો અને કારમાં આગ લાગવાના કારણો શું હતા તે જણાવશે.

ઇલેક્ટ્રિક વાહનોની સલામતી પર પ્રશ્નો

ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાનો કિસ્સો નવો નથી, જોકે દેશમાં ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાનો આ પહેલો કિસ્સો છે. અગાઉ, ઓલા ઇલેક્ટ્રિક એસ1 પ્રો સ્કૂટરમાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સલામતી અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વર્ષે માર્ચમાં નિષ્ણાતોની એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી, જે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના મામલાઓની તપાસ કરવાની હતી અને તેના ઘટાડાને લગતો રિપોર્ટ રજૂ કરવાનો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati