TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ગઈકાલે રાત્રે આમંત્રણ વગર મસ્ત તૈયાર થઈ એક મેરેજના રીસેપ્શનમાં ઘુસી ગયો !!

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': ગઈકાલે રાત્રે આમંત્રણ વગર મસ્ત તૈયાર થઈ એક મેરેજના રીસેપ્શનમાં ઘુસી ગયો !!
TV9 Gujarati 'Hasya no Dayro'

મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Dec 26, 2021 | 6:33 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.

પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣

………………………………………………………………………………………………..

બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો?

એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો.

……………………………………………………………………………………………..

ગીરના જંગલમાં એસટી બસમાં પંકચર…..

એક સિંહ…બસમાં ચડ્યો……

બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….

સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજીને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…

કંડકટરે આશ્ચર્યથી પુછ્યુ : ઓઇ..આવું ….કેમ?

સિંહે પાછળ વળીને કહ્યું…

શેર….કો..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….

😳😉😂😃😄

…………………………………………………………………………………………………………..

😍😍 ગઈકાલ રાત્રે આમંત્રણ વગર મસ્ત તૈયાર થઈ એક મેરેજના રીસેપ્શનમાં ઘુસી ગયો. જેવો અંદર ગયો કન્યા પક્ષ વાળા સામે આવી ગયા અને મને પુછ્યુ તમે કયા પક્ષ ના…. ? બાજુમાં જ વર પક્ષ વાળા હતા તેમણે મને પુછ્યુ તમે કયા પક્ષના છો… ?

મનમા થયુ આતો સલવાણા. પણ જરાય ગભરાયા વિના હું મારી આજુબાજુમાં ઉભેલા માણસો ગણવાનું ચાલુ કરી દીધુ.

બધાયે મને પ્રેમથી પુછ્યુ તમે કોણ છો…!? અને માણસો કેમ ગણો છો ..!? મે બિન્ધાસ્ત કહી દીધુ Government માંથી આવુ છુ મારે ચેક કરવાનું છે તમે કેટલા લોકોને ભેગા કર્યા છે. તરત જ મારા માટે ખુરશી આવી ગઇ, મને સાહેબ બેસો કહી બેસાડ્યો. પ્રેમથી જમાડ્યો અને કોઇને ખબર ના પડે તેવી રીતે રુપિયા 11000/નું કવર આપી મને વિદાય કર્યો.😍😍 સીધુ પડી ગયુ. બાકી જો ઉંધુ પડ્યુ હોત તૉ 108 માં જાત…. 😍😍

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Omicron: ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇને આરોગ્ય વિભાગ સતર્ત, દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના

આ પણ વાંચો –

ગોલ્ડન બોયનો અનોખો અંદાજ : નીરજ ચોપરાએ પોતાના જન્મદિવસ પર ચાહકોનો આ રીતે માન્યો આભાર, જુઓ VIDEO

આ પણ વાંચો –

Net Worth : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં આવેલી નગમા છે કરોડોની સંપત્તિની માલિક, જાણો અભિનેત્રીની નેટવર્થ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati