TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કપલે ચિત્રગુપ્તને પુછ્યુ સ્વર્ગમાં ડિવોર્સ થાય ખરા ? 😋🙃

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': કપલે ચિત્રગુપ્તને પુછ્યુ સ્વર્ગમાં ડિવોર્સ થાય ખરા ? 😋🙃
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:32 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

સ્વર્ગમાં ડિવોર્સ!!!😋🙃

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા.

સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાં ઉભા ઉભા વિચાર કર્યો કે પૃથ્વી ઉપર મેરેજ ના થયા પણ અહીં સ્વર્ગમાં આપણે મેરેજ કરીને સાથે રહીશું.

નંબર આવ્યો એટલે બંને એ ચિત્રગુપ્તને પૂછ્યું: “અમે અહીં, સ્વર્ગમાં મેરેજ કરી શકીએ?”

ચિત્રગુપ્ત ઊંડા વિચારમાં પડી ગયા! સ્વર્ગમાં આવીને પણ કોઇ મેરેજ કરે એની નવાઈ તો લાગે ને!!😋 થોડો વિચાર કરીને ચિત્રગુપ્ત બોલ્યા: “મને નથી ખબર. હું તપાસ કરીને આવું.”

બંને રાહ જોતા બેઠા. એમને એમ બે મહિના નીકળી ગયા. ચિત્રગુપ્તનો કોઈ અતો પતો નહીં! એ બે મહિનામાં તો આ બે ય વચ્ચે થોડા નાનામોટા ઝઘડા ય ચાલુ થઈ ગયા. બંનેને વિચાર આવ્યો કે કદાચ મેરેજ તો થઈ જશે પણ પછી સાથે ન ફાવ્યું તો સ્વર્ગમાં ડિવોર્સ મળે ખરા? થયું, ચિત્રગુપ્ત આવે એટલે એ ય પૂછી લઈએ.

એમ કરતાં કરતાં છે..ક 6 મહિને પુષ્કળ થાકી ગયેલા ચિત્રગુપ્ત પાછા આવ્યા અને કહ્યું “હવે સ્વર્ગમાં તમારા મેરેજની વ્યવસ્થા થઈ ગઈ છે.”

કપલે ખુશ થઈને કહ્યું: “આભાર. પણ અમને વિચાર આવ્યો કે પછી સાથે ન ફાવે તો અમે ડિવોર્સ લઈ શકીશું?”

અને… ચિત્રગુપ્તનું દિમાગ છટક્યું! એમણે ચોપડો જોરથી ટેબલ ઉપર પછાડ્યો. કપલ એકદમ ગભરાઈ ગયુ અને પૂછ્યું “શુ થયું?કેમ આટલા ગુસ્સે?”

ત્યારે ચિત્રગુપ્તે પોતાના માથાના વાળ ખેંચતા કહ્યું

“અહીં સ્વર્ગમાં ગોર મહારાજ શોધવા મારે 6 મહિના ભટકવું પડ્યું!! માંડ એક મળ્યો પણ… સ્વર્ગમાં વકીલ તો આજ સુધીમાં એકે ય આવ્યો નથી. વકીલ શોધવા મારે ક્યાં જવું???” 😋😜🙃😊😀

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

ENG vs AUS: રવિન્દ્ર જાડેજા પાસેથી મેળવી રહ્યો છે ઇંગ્લેન્ડનો આ ખેલાડી કોચિંગ, એશિઝ સિરીઝની તૈયારીઓ માટે આ રીતે લીધી મદદ!

આ પણ વાંચો –

LIC IPO : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર

આ પણ વાંચો –

Uttar Pradesh: CM યોગી આજે 12.17 લાખ વિદ્યાર્થીઓને આપશે મોટી ભેટ, ખાતામાં 458.66 કરોડ રૂપિયાની સ્કોલરશિપ કરશે ટ્રાન્સફર

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">