બાળકીએ તેના પિતાને આ રીતે સમજાવ્યા ટ્રાફિક નિયમો, Video જોઇને તમે પણ કરશો સુરત પોલીસની પ્રશંસા

આજકાલ એક ટ્રાફિક નિયમોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દિકરી પોતાના પિતાને ટ્રાફિક નિયમો શીખવી રહી છે.

બાળકીએ તેના પિતાને આ રીતે સમજાવ્યા ટ્રાફિક નિયમો, Video જોઇને તમે પણ કરશો સુરત પોલીસની પ્રશંસા
daughter taught traffic rules to father

Viral Video : ઈન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. વાયરલ થતા વીડિયોમાં કેટલાક રમુજી વીડિયો (Funny Video) જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી તેના પિતાને ટ્રાફિક નિયમો શીખવી રહી છે.

દીકરીએ તેના પિતાને આ રીતે સમજાવ્યા ટ્રાફિક નિયમો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, પિતા તેની દિકરીને (Daughter) નિયમોને લઈને ઠપકો આપે છે, પરંતુ બાદમાં પિતા શોર્ટકટ રસ્તે જઈને કાર ચલાવે છે, ત્યારે તેની દિકરી તેને પુછે છે, કે તમને સજા કોણ આપશે ? અને વધુમાં કહે છે કે તમે ટ્રાફિક નિયમોને તોડ્યા છે. આ બાળકી તેના પિતાને ટ્રાફિક નિયમો (Traffic Rules) વિશે સમજાવી રહી છે. સુરત પોલીસે ટ્રાફિક નિયમો અંગે બનાવેલો આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સુરત શહેર પોલીસના (Surat Police) ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમા લખવામાં આવ્યુ છે કે, ખોટી બાજુએ વાહન ચલાવવું માત્ર તમને જ નહીં પરંતુ તમારા સાથી મિત્રોને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે ટ્રાફિકના નિયમોનું (Traffic Rules) ચુસ્તપણે પાલન કરીશું, ત્યારે જ યુવા પેઢી તેનું મહત્વ સમજશે અને ભવિષ્યમાં સલામત ડ્રાઈવર બનશે.

સોશિયલ મીડિયા યુઝર્સ સુરત પોલીસની કરી પ્રંશશા

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે, યુઝર્સ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, સુરત પોલીસને ધન્યવાદ. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, હવે આ વ્યક્તિ ક્યારેય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે નહિ. મોટાભાગના યુઝર્સ સુરત (Surat) પોલીસની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati