Shocking Video: આવી વિચિત્ર માછલી તમે ક્યારેય નહીં જોઈ હોય ! વીડિયો જોઈ સૌ કોઈ હેરાન

ઘણી એવી માછલીઓ છે, જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા અને કેટલીક ઘણી વિચિત્ર હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવી જ એક માછલીનો વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

Shocking Video: આવી વિચિત્ર માછલી તમે ક્યારેય નહીં જોઈ હોય ! વીડિયો જોઈ સૌ કોઈ હેરાન
Fish Viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 11:46 AM

વિશ્વભરમાં માછલીઓની હજારો પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક ઊંડા સમુદ્રમાં અને કેટલીક નદીઓ, તળાવો અને ખાબોચિયામાં રહે છે. જો કે બધી માછલીઓ ખાદ્ય નથી હોતી, કેટલીક ખૂબ જ ઝેરી અને ખતરનાક હોય છે. તેમાં ધ નટક્રૅકર, શાર્ક, પિરાન્હા વગેરે જેવી માછલીઓ (Fish video)નો સમાવેશ થાય છે. તે એટલી ખતરનાક છે કે તેઓ માણસોને પણ પોતાનો શિકાર બનાવી લે છે. આ માછલીઓ વિશે તો લોકો જાણે છે, પરંતુ આ સિવાય પણ ઘણી એવી માછલીઓ છે, જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા અને કેટલીક ઘણી વિચિત્ર હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવી જ અજીબોગરીબ માછલીનો વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

વાસ્તવમાં, આ માછલી પારદર્શક છે, જેનું માત્ર મોં જ દેખાય છે. તે પછી તેનું શરીર સંપૂર્ણપણે પારદર્શક છે. આ માછલી એકદમ લાંબી છે, પરંતુ પારદર્શક હોવાને કારણે તે એકદમ વિચિત્ર લાગે છે. તમે જેલી ફિશ તો જોઈ જ હશે, જે સંપૂર્ણપણે પારદર્શક છે, પરંતુ વીડિયોમાં દેખાતી માછલી સાવ અલગ અને વિચિત્ર છે. આજકાલ તમે આવી માછલી ભાગ્યે જ જોઈ હશે. તેની રચના એવી છે કે તેને જોઈને કોઈ પણ ડરી જાય. આ એક નાની માછલી છે, જરા કલ્પના કરો કે જો તે શાર્ક જેટલી મોટી હોત તો તે કેટલી ભયાનક લાગત.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ 77 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 16 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

કેટલાકે લખ્યું છે કે કુદરત સૌથી મહાન છે, તો કેટલાકે લખ્યું છે કે ‘તે અદ્ભુત છે, પરંતુ તે ભયભીત દેખાતું પ્રાણી લાગે છે’. ત્યારે કેટલાક લોકોએ આ માછલીને ‘જુવેનાઈલ ઈલ’ માછલી ગણાવી છે. ઠીક છે, આ માછલી ગમે તે હોય, પરંતુ તે ખૂબ જ વિચિત્ર છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">