આત્માઓના લગ્ન! ભારતના આ રાજ્યમાં કરાવવામાં આવે છે આત્માઓના લગ્ન, જાણો આ રહસ્યમયી પરંપરા વિશે

Spirits wedding: ભારતના એક રાજ્યમાં આત્માઓ માટે એક પરંપરા ચાલી રહી છે. તેમના અવસાનના વર્ષો પછી પણ તેના માટે આ પરંપરા માટેની વિધિઓ ધામધૂમથી કરવામાં આવે છે.

આત્માઓના લગ્ન! ભારતના આ રાજ્યમાં કરાવવામાં આવે છે આત્માઓના લગ્ન, જાણો આ રહસ્યમયી પરંપરા વિશે
mysterious tradition
Image Credit source: TWITTER
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 02, 2022 | 7:30 PM

દુનિયાના ઘણા દેશો વિશાળ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા હતા. વર્ષોથી દુનિયાના દેશાોમાં અલગ અલગ પરંપરાઓ અને વિધિઓ અલગ અલગ ધર્મ પ્રમાણે પાળવામાં આવે છે. આજે પણ કેટલાક દેશના લોકો આ પરંપરાઓ પાળી રહ્યા છે અને તેમની આવનારી પેઢીને પણ તેનો પરિચય આપી રહ્યા છે. ભારત (India) પણ પ્રાચીન સંસ્કૃતિમાં માનનારો દેશ છે. આ દેશમાં અનેક ધર્મમાં માનનારા લોકો રહે છે. તેમણે પોતાની પરંપરાઓ આજે પણ જાળવી રાખી છે. કેટલીક એવી પરંપરાઓ અને માન્યતાઓ હવે ખત્મ થતી ગઈ છે, જે આજના આધુનિક સમય માટે યોગ્ય નથી અને કેટલીક વિચિત્ર પરંપરામાં આજે પણ લોકો માને છે. ભારતમાં પણ આવી અનેક પરંપરાઓ (Tradition) આજે પણ છે, જેની વિધિ જોવા આજે પણ લોકો દેશ-વિદેશથી આવે છે.

ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લામાં એક એવી પરંપરા છે, જેને જાણીને તમે ચોંકી જશો. આ જગ્યાએ મૃત વ્યક્તિની આત્માઓના લગ્ન કરવાની પરંપરા છે. આ એક અદ્ભુત અને અવિશ્વનીય પરંપરા છે. હાલમાં મૃત્યુના 30 વર્ષ પછી શોભા અને ચંદપ્પા નામના પતિ-પત્નીની આત્માના લગ્ન કરવામાં આવ્યા, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા વીડિયો

કર્ણાટક અને કેરળના કેટલાક જિલ્લાઓમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. તેને ‘પ્રેથા કલ્યાણમ’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મૃત્યુ પછી આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ મૃત્યુ પછી આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. ટ્વિટર પર અન્ની અરુણ નામના યુવકે આ વીડિયો શેયર કર્યા હતા. તેના જણાવ્યા મુજબ તે આ લગ્નમાં સામેલ થયો હતો. 30 વર્ષ પહેલા દુલ્હા-દુલ્હનનું નિધન થયુ હતુ. તેમની આત્માઓના લગ્ન પરંપરા અનુસાર કરવામાં આવ્યા હતા. લગ્નમાં હાજર લોકોને ધામધુમથી જમાડવામાં પણ આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati