OMG ! અમેરિકામાં અજીબોગરીબ નામોથી વેચાઈ રહ્યા છે ઈડલી-ઢોસા, જોઈને સ્થાનિક લોકોએ રેસ્ટોરન્ટને કર્યા ટ્રોલ

ઈડલી-ઢોસાને (Idli-Dosa) આખા ભારતમાં આ નામથી ઓળખવામાં આવે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દક્ષિણ ભારતીય ખોરાકના વિચિત્ર નામોએ (Weird Food Names) બધાને ચોંકાવી દીધા છે.

OMG ! અમેરિકામાં અજીબોગરીબ નામોથી વેચાઈ રહ્યા છે ઈડલી-ઢોસા, જોઈને સ્થાનિક લોકોએ રેસ્ટોરન્ટને કર્યા ટ્રોલ
south indian dishes weird names
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:41 AM

ખાદ્યપદાર્થો સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓના નામ પણ ખૂબ જ વિચિત્ર (Weird) લાગે છે અથવા તો અન્યને તે વિચિત્ર લાગે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર ભારતમાં રહેતા લોકોને દક્ષિણ ભારતીય વાનગીઓના (South Indian Dishes) નામ થોડાં વિચિત્ર લાગે, જેમાં ઈડલી, ઢોસા, સાંભર વગેરેનો સમાવેશ થાય છે. જો કે, હવે દક્ષિણની આ પ્રખ્યાત વાનગીઓ ઉત્તર ભારતીયો પણ પસંદ કરે છે અને તેને ખૂબ જ ચાહે છે.

જે વાનગીઓના નામ હોય છે તે બધે જ એ નામથી ઓળખાય છે. જેમ કે ઈડલી-ઢોસાને (Idli-Dosa) આખા ભારતમાં આ નામથી ઓળખવામાં આવે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દક્ષિણ ભારતીય ખોરાકના વિચિત્ર નામોએ (Weird Food Names) બધાને ચોંકાવી દીધા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વાસ્તવમાં, અમેરિકા સ્થિત ભારતીય રેસ્ટોરન્ટ ઇન્ડિયન ક્રેપ કંપનીએ (Indian Crepe Co.) દક્ષિણ ભારતીય વાનગીઓના ખૂબ જ વિચિત્ર નામ રાખ્યા છે. જ્યારે તેનું મેનૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયું તો લોકોએ રેસ્ટોરન્ટને ઉગ્ર રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે, પરંતુ તેનું નામ બદલી દેવામાં આવ્યું છે. જ્યારે આપણે ઈડલી અને ઢોસાને ભારતીય ઈડલી-ઢોસાના નામથી જાણીએ છીએ, ત્યારે આ રેસ્ટોરન્ટે તેને એવું નામ આપ્યું છે કે તમે પણ ‘યે ક્યા હૈ ભાઈ’ કહેશો.

નામ જાણીને સ્થાનિક લોકોના ઉડ્યા હોશ

સ્ક્રીનશોટ મુજબ, આ રેસ્ટોરન્ટમાં સાદા ઢોસાનું નામ ‘નેકેડ ક્રેપ’ રાખવામાં આવ્યું છે, જ્યારે મસાલા ઢોસાનું નામ ‘સ્મેશ્ડ પોટેટો ક્રેપ’ છે. તદુપરાંત, દક્ષિણ ભારતીય લોકોની પ્રિય વાનગી ઈડલી-સાંભરને અહીં ડંક્ડ રાઇસ કેક ડિલાઈટ (Dunked Rice Cake Delight) નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંભાર-વડાનું નામ પણ બદલવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ્સમાં તેને ડંક્ડ ડોનટ ડિલાઇટ (Dunked Doughnut Delight) તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ખોરાકના આ વિચિત્ર નામો જાણીને દેશી લોકો સ્તબ્ધ થઈ ગયા.

મેનુ થઈ રહ્યું છે વાયરલ

રેસ્ટોરન્ટના આ વિચિત્ર મેનુનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે રેસ્ટોરન્ટે આ સાઉથ ઈન્ડિયન ડીશને પોતાના હિસાબે અનોખા નામ આપ્યા છે, પરંતુ તેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. કેટલાક આ વિચિત્ર નામો જાણીને દુઃખી છે અને કેટલાક કહી રહ્યા છે કે આવી રેસ્ટોરાંએ પોતાને ભારતીય રેસ્ટોરન્ટ ન કહેવા જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">