Viral Video : ચોટી બનાવવી છે ? મળો સોનુ સૂદને, એક્ટરનો આ અંદાજ જોઈને ફેન્સ પણ રહી ગયા દંગ

આજકાલ સોશિયલ મીડિયા પર ગરીબોના મસીહા ગણાતા સોનુ સૂદનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનુ સુદ તેના બહેનની દિકરી ન્યરૂની ચોટી બનાવતા જોવા મળી રહ્યા છે.

Viral Video : ચોટી બનાવવી છે ? મળો સોનુ સૂદને, એક્ટરનો આ અંદાજ જોઈને ફેન્સ પણ રહી ગયા દંગ
Sonu Sood (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:58 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે, ત્યારે તાજેતરમાં એક્ટર સોનુ સૂદના (Actor Sonu Sood) એક વીડિયોએ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સોનુ સૂદનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

સોનુએ વાસ્તવિક જીવનમાં હીરોની ભૂમિકા ભજવી 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરી લોકોનું દિલ જીતી લીધુ છે. ઘણી વાર ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર સોનુએ વાસ્તવિક જીવનમાં હીરોની ભૂમિકા ભજવી છે. તેમણે કરોડો રૂપિયાની સહાયથી જરૂરતમંદોને મદદ કરી હતી.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે,એક્ટર સોનુ સૂદ તેમના બહેનની દિકરી ન્યરુની (Nyru) ચોટી બનાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે એક્ટર ન્યુરૂને કહે છે કે, આજે તને સ્કૂલમાં સૌથી સારી ચોટી બનાવવાનું ઈનામ મળશે.ત્યારે ન્યરૂ જણાવે છે કે, સારી ચોટી ન બનાવી તો સ્કૂલમાં ટિચર મને પનિશમેન્ટ આપશે. આ ક્યુટ મસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુ સૂદનો અલગ અંદાજ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોનુ સૂદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, આનંદ એ જીવનનો સૌથી સાચો ખજાનો છે. મારી આરાધ્ય ન્યરુને થોડો વધુ પ્રેમ અને લાડ. આ જીવનની ઘણી સરળ વસ્તુઓ છે જે ખરેખર વાસ્તવિક છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ગરીબોના મસીહાનો આજે નવો અંદાજ જોયો…જ્યારે વધુ એક યુઝરે લખ્યુ કે,સોનુ સૂદ હંમેશા લોકો માટે પ્રેરણાદાયક કાર્યો કરે છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ભક્તિમાં ઓળઘોળ ! લડ્ડુ ગોપાલનો હાથ ખંડિત થતા પુજારી થયા ભાવવિભોર, ડોક્ટરે ચેકએપ કર્યુ પછી જ માન્યો આ ભક્ત,જુઓ Video

આ પણ વાંચો: ના હોય ! બિલાડીને રોડ ક્રોસ કરાવવા માટે આ પોલીસકર્મીએ રોક્યો ટ્રાફિક, ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">