સોશિયલ મીડિયા યૂઝર્સે મનાવી ક્રિસમસ, #MerryChristmas લખી એક બીજાને કર્યુ વિશ

સોશિયલ મીડિયા યૂઝર્સે મનાવી ક્રિસમસ, #MerryChristmas લખી એક બીજાને કર્યુ વિશ

ક્રિસમસના અવસર પર 'જિંગલ બેલ' સાંભળીને દરેકનું દિલ ખુશ થઈ જાય છે. ઘરની સાથે સાથે લોકો શાળા, કોલેજ અને ઓફિસને પણ શણગારે છે. #Christmas, #MerryChristmas સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડમાં છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 25, 2021 | 9:30 PM

વિશ્વના મોટાભાગના દેશોમાં દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલની (Christmas) ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસને ભગવાન ઈસુના જન્મદિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોરોના રોગચાળાના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron)ને કારણે આ વર્ષે મિત્રો અને સંબંધીઓ સાથે પાર્ટી કરવી શક્ય બનશે નહીં. પરંતુ સોશિયલ મીડિયાની દુનિયા પર ક્રિસમસની શુભેચ્છાઓ ભારે ઉત્સાહ સાથે આપવામાં આવી રહી છે.

આજે નાતાલના અવસર પર #Christmas, #MerryChristmas ટ્વીટરની દુનિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. ક્રિસમસની શુભેચ્છા પાઠવતા, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “તમને બધાને ભગવાન ઈસુના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આ ક્રિસમસ તમારા જીવનને ખુશીઓથી ભરી દે.

25મી ડિસેમ્બરે ઉજવાતા તહેવારના અવસરે લોકો એકબીજાને ભેટ આપે છે. પાર્ટી કરીને, તેઓ ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશીઓ એકબીજા સાથે વહેંચે છે. આ દિવસે દરેક ઘરોમાં સ્વાદિષ્ટ વાનગીઓ રાંધવામાં આવે છે. ઘરો, ચર્ચોને પણ રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. નાતાલનો તહેવાર 12 દિવસ સુધી ઉજવવામાં આવે છે. 12 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દરરોજ કંઈક ખાસ બને છે.

આ પણ વાંચો –શું સરકાર ફરીથી કૃષિ કાયદો લાવશે? કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- અમે એક ડગલું પાછળ હટ્યા છીએ, પછી આગળ વધીશું

આ પણ વાંચો –Cricket: આ બેટ્સમેને ગજબનો રેકોર્ડ રચ્યો ! રન બનાવવા પહાડ તોડવા સમાન હોય એમ ટૂર્નામેન્ટમાં માત્ર 1 જ રન બનાવી શક્યો

આ પણ વાંચો – Omicron: ગુજરાતમાં વધતા કોરોના કેસને લઇને આરોગ્ય વિભાગ સતર્ત, દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati