વન્યજીવોના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Snake Viral Video) થતા હોય છે. આમાંથી કેટલાક વીડિયોમાં બે પ્રાણીઓ વચ્ચે રોમાંચક લડાઈ જોવા મળે છે તો કેટલાકમાં ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો હોય છે. હાલમાં સાપના આવા જ એક વીડિયોએ નેટીઝન્સને ચોંકાવી દીધા છે. વાયરલ ક્લિપ (Viral Video)માં એક સાપ બીજા સાપને જીવતો ગળી જતો જોઈ શકાય છે. થોડીક સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી રહી છે. વીડિયોને 4 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેણે પણ આ દ્રશ્ય જોયું તે દંગ રહી ગયા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડીઓમાં છુપાયેલ લાલ રંગનો સાપ પોતાના જેવા જ બીજા સાપ પર હુમલો કરે છે. તે પછી તે ધીમે ધીમે તેને ગળવા લાગે છે. વાયરલ ક્લિપમાં જે રીતે સાપ બીજા સાપને જીવતો ગળી જાય છે તે જોઈને લોકો દંગ રહી ગયા છે. બાય ધ વે, વાઈલ્ડ લાઈફ સાથે જોડાયેલા લોકોના મતે સાપના મામલામાં આ કોઈ નવી વાત નથી. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ તેમને ભૂખ લાગે છે અથવા ગુસ્સો આવે છે ત્યારે તેઓ અન્ય સાપને પણ આ જ રીતે ગળી જતા હોય છે.
સાપનો આ આશ્ચર્યજનક વીડિયો wild_animal_pix નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. થોડીક સેકન્ડની આ ક્લિપ લોકોને કેટલી પસંદ આવી રહી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 1.3 લાખ લોકોએ તેને લાઈક કરી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.
View this post on Instagram
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, એટલા માટે હું કહું છું કે સાપ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. અન્ય એક યુઝર કહે છે કે, ઓ તેરી…મેં આ પહેલા ક્યારેય સાપનું આવું રૂપ જોયું ન હતું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, આ જોઈને મને ઉલ્ટી થવાનું મન થઈ રહ્યું છે. એકંદરે સાપનો આ વીડિયો જેણે પણ જોયો તે દંગ રહી ગયો.