Viral Video: જ્યારે સિદ્ધુ મુસેવાલાએ કહ્યું- ‘મૈનુ ખૌફ નહીં’, પંજાબી ગાયકની હત્યા બાદ વાયરલ થઈ રહ્યો છે આ જૂનો Video

Mainu Khauf Nahi...આ વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાના (Sidhu Moose Wala) ફેનપેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે વાયરલ થયો છે. ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Viral Video: જ્યારે સિદ્ધુ મુસેવાલાએ કહ્યું- 'મૈનુ ખૌફ નહીં', પંજાબી ગાયકની હત્યા બાદ વાયરલ થઈ રહ્યો છે આ જૂનો Video
Punjabi Singer Sidhu Moose Wala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 7:16 PM

પંજાબના લોકપ્રિય ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moose Wala) હત્યા બાદ તેના ચાહકો આઘાતમાં છે. માનસા જિલ્લાના જવાહર ગામ પાસે રવિવારે કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળી આવેલા કારતૂસ પરથી અંદાજ છે કે હત્યામાં 3 અલગ-અલગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાયક મુસેવાલાના નિધન બાદ તેમના ઘણા જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પંજાબી ગાયક (Punjabi Singer) જીવન અને મૃત્યુ વિશે વાત કરતા સાંભળવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિંગર મુસેવાલાને જીવન વિશે વાત કરતા સાંભળી શકાય છે. વીડિયોમાં મુસેવાલા સમજાવે છે કે તે શા માટે કોઈ પણ વસ્તુથી ડરતો નથી. આ દરમિયાન મૂસેવાલા પંજાબીમાં કહે છે, ‘મૈનુ ખૌફ નહીં બરબાદી દા.’ આ વાયરલ ક્લિપ સિદ્ધુ મુસેવાલાના એક ફેન પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

‘મૈનુ ખૌફ નહીં બરબાદી દા’

હુમલાખોરોએ ચલાવી હતી 30 ગોળીઓ

તમને જણાવી દઈએ કે સિંગર મુસેવાલાને રોકવા માટે હુમલાખોરોએ પહેલા તેમની કારના ટાયર પર ફાયરિંગ કર્યું હતું. આ પછી મુસેવાલા પર સતત 30 ગોળીઓ ચલાવવામાં આવી, જેના કારણે તેમનું મોત થયું. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સિંગર મુસેવાલા પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે ત્યારથી બે વાહનો તેમની પાછળ આવી રહ્યા હતા. આ પછી, તકનો લાભ ઉઠાવીને હુમલાખોરોએ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું.

9 હુમલાખોરોએ કર્યો હતો ગોળીબાર

કહેવામાં આવી રહ્યું છે કે 9 હુમલાખોરોએ મૂસેવાલા પર 3 હથિયારોથી 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ધરમકોટ (મોગા)ના એસએચઓ જસવરિન્દર સિદ્ધુએ જણાવ્યું હતું કે, પંજાબી ગાયકની હત્યા કર્યા બાદ હુમલાખોરો તેમની કાર માનસા જિલ્લામાં છોડીને ગયા હતા. આ પછી તેઓ ત્યાંથી બીજી કારમાં ફરાર થઈ ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">