કરંટથી બચવા હાથી એ દેખાડી સમજદારી, વીડિયો જોઈ લોકો બન્યા હાથીના ફેન

હાથીઓ ઘણીવાર માણસો જેવા જ વ્યવહાર કરતા હોય છે. તેમની સમજદારીના અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કરંટથી બચવા હાથી એ દેખાડી સમજદારી, વીડિયો જોઈ લોકો બન્યા હાથીના ફેન
Shocking Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 9:46 PM

જંગલના પ્રાણીઓના અનોખા વીડિયો રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જંગલમાં હાથી જેવા પ્રાણીથી સિંહ જેવા ખુંખાર પ્રાણીઓ પણ દૂર ભાગતા હોય છે. હાથીને જંગલના સૌથી સમજદાર પ્રાણીમાંથી પણ એક માનવામાં આવે છે. હાથીઓ ઘણીવાર માણસો જેવા જ વ્યવહાર કરતા હોય છે. તેમની સમજદારીના અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક વિશાળકાય હાથી જોવા મળી રહ્યો છે. આ હાથી લોખંડના કરંટવાળા તારને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે સૌથી પહેલા પોતાના પગથી વારંવાર તારને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. તે જાણવો પ્રયાસ કરે છે કે તે તારમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે કે નહીં. તેની આ સમજદારીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ભારે વાયરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો હાથીની બુદ્ધિનતા અને તાકાતના કાયલ થઈ ગયા હતા. હાથીનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IFS અધિકારી Geethanjali દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દેશના ઘણા જંગલના વિસ્તારોમાં આવી કરંટવાળી ફેન્સિંગ લગવવામાં આવે છે જેથી તેના કરંટથી ડરીને કોઈ પ્રાણી તે વિસ્તારમાંથી બહાર ન જાય. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,તેને કરંટથી થતા દુખાવાનો અનુભવ હશે તેથી જ તે આ તપાસી રહ્યો છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ હાથી ચાલાક હોવાની સાથે સાથે ક્યૂટ પણ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,પ્રાણીઓ માણસો કરતા વધારે સ્માર્ટ થવા લાગ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">