ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ભયંકર પૂર અને મોંઘવારી બાદ હવે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ ખુબ ખરાબ છે. લોકોને હાલમાં ઘરનું રાશન ખરીદવામાં મુશ્કેલ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાનમાં હવે લોટ, દાળ, ચોખા જેવી સામગ્રીની કિંમત વધી રહી છે. આ બધા વચ્ચે હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં રાશન માટે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. રાશન માટે ગાડીની પાછળ ભાગતા પાકિસ્તાનના અનેક લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે પણ હાલમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની એક કિન્નરનો વીડિયો વાયરલ થયો છે, તેને જોઈને તમે કહેશો કે પાકિસ્તાનમાં માનવતા ખત્મ થઈ ગઈ છે.
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક કિન્નર સરકારી ઓફિસમાં નાચતી જોવા મળી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો પાકિસ્તાનની સરકારી ઓફિસનો છે.
A transgender person goes to a government office for rations and is made to dance for the “entertainment” of Pakistan’s government officials.
This is so sad. pic.twitter.com/WmjLWk6yOI
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) January 28, 2023
આ પણ વાંચો : Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન…આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો ‘જેહાદી પ્લાન’
મળતી માહિતી અનુસાર, એક સરકારી ઓફિસમાં આ કિન્નર રાશન માંગવા આવી હતી. આ લાચાર કિન્નર સાથે સરકારી અધિકારીઓએ માનવતાની તમામ હદો પાર કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે અમારું મનોંરજન કરો તો જ રાશન મળશે. માનવતાને શરમસાર કરતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વેબસાઈટ જિયો ટીવી અનુસાર, આ વીડિયો પાકિસ્તાનના ગુજરાંવાળાનો છે. કિન્નરે આ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે સરકારી અધિકારીઓ રાશનના બદલે નાચવાનું કહ્યું હતું. અધિકારીઓનું કહેવું હતું કે રાશન ત્યારે જ મળશે જ્યારે તમે અમારું મનોરંજન કરશો.
પાકિસ્તાનની એ સરકારી ઓફિસના અધિકારીઓએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે. તેઓ જણાવી રહ્યાં છે કે આ વીડિયો ખુબ જૂનો છે. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.