આવો ભયંકર અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય ! એક સાથે 3 વાહનનો કચ્ચરઘાણ, ચોંકાવનારો Video Viral

આજકાલ એક ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા રુવાંટા ઉભા થઈ જશે, કારણ કે આ અકસ્માત ખૂબ જ ભયાનક છે. આ અકસ્માતમાં એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

આવો ભયંકર અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય ! એક સાથે 3 વાહનનો કચ્ચરઘાણ, ચોંકાવનારો Video Viral
Accident Viral video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 02, 2022 | 11:13 AM

રસ્તા પર ચાલતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, પછી ભલે તમે કારમાં ચાલતા હોવ કે પગપાળા ચાલતા હોવ. ખાસ કરીને કાર ચલાવતી વખતે, જમણે-ડાબે, ઉપર-નીચે દરેક જગ્યાએ ધ્યાન દેવું પડે છે, કારણ કે અકસ્માત (Accident Videos) ક્યારે અને કેવી રીતે થઈ શકે છે તેની કોઈને ખબર નથી. તે સ્થળોએ પણ વધુ તકેદારી જરૂરી છે, જ્યાં ત્રણ બાજુથી અથવા ચારેય બાજુથી વાહનો આવતા-જતા હોય છે, કારણ કે આવા સ્થળોએ અકસ્માતની શક્યતાઓ વધુ હોય છે. તમે સોશિયલ મીડિયા પર અકસ્માત સંબંધિત તમામ પ્રકારના વીડિયો જોયા જ હશે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આજકાલ આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા રુવાંટા ઉભા થઈ જશે, કારણ કે આ અકસ્માત ખૂબ જ ભયાનક છે.

આ અકસ્માતમાં એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે એક સ્પીડિંગ ટ્રક તેને સીધી ટક્કર મારીને આગળ ખેંચે છે. આ દરમિયાન સામેથી આવતી એક ટ્રક તે વાહનો સાથે અથડાય છે, જેના કારણે ટ્રકના ટૂકડા એક જ ઝાટકે ઉડી જાય છે. હવે આ ભયંકર અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે, કેટલા લોકો કાળનો કોળિયો બન્યા છે, તે જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત એટલો ખતરનાક હતો કે લોકો ગંભીર રીતે ઘાયલ થવાની સાથે તેમના મૃત્યુની પણ શક્યતા છે.

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Dash Cam Twats નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 31 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકોએ આ દુર્ઘટનાને ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’માં બતાવવામાં આવેલ ભયાનક દ્રશ્ય ગણાવ્યું છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે ‘આ સાચું ન હોઈ શકે’.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati