Viral: સામે પાણીએ ચાલી કર્યું બુદ્ધિપ્રદર્શન, વીડિયો જોઈ યુઝર્સ બોલ્યા આનાથી મોટા મુર્ખા ન જોવા મળે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુનામીની ચેતવણી પછી પણ કેટલાક લોકો આ ખતરાને નજરઅંદાજ કરીને મોજાની નજીક જઈને વીડિયો બનાવે છે. ત્યાર બાદ જે કંઈ થાય છે તે જોઈ લોકો સ્તબ્ધ થઈ જાય છે.

Viral: સામે પાણીએ ચાલી કર્યું બુદ્ધિપ્રદર્શન, વીડિયો જોઈ યુઝર્સ બોલ્યા આનાથી મોટા મુર્ખા ન જોવા મળે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:55 PM

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયા’માં ફેમસ બનાવ લોકો શું નથી કરતા? કેટલાક લોકો તેમના ફોટા અને વીડિયો પર લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવા લોકોની હરકતો ઘણી વખત બીજા માટે મુશ્કેલી સર્જતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે સુનામી (Tsunami)ની ચેતવણી પછી પણ કેટલાક લોકો આ ખતરાને નજરઅંદાજ કરીને મોજાની નજીક જઈને વીડિયો બનાવે છે. તે પછી જે કંઈ થાય છે તે દરેક માટે બોધપાઠ છે. આ વીડિયો એક IPS ઓફિસરે શેર કર્યો છે, જે જોતા જ વાયરલ થઈ ગયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાઈફ જેકેટ પહેરેલો એક છોકરો કેળાના ઝાડ પર મુક્કો મારી રહ્યો છે. જો તમે વીડિયો ધ્યાનથી જોશો, તો તમને દેખાશે કે છોકરાની પાછળ પાણીના જોરદાર મોજા ઉછળતા હતા. આ મોજા છોકરા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ છોકરો ડર્યા વગર ઝાડને મુક્કા મારતો રહે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ દરમિયાન કેટલાક લોકો મોજાને જોઈને છોકરા તરફ દોડતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે તે બધાના હાથમાં કેમેરા છે અને તેઓ તે ભયાનક દ્રશ્યનો વીડિયો શૂટ કરી રહ્યા છે. પાણીના પ્રવાહમાં દરેક લોકો તણાય જાય છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ વીડિયોમાં જે જોવા મળે છે તે ખૂબ જ ડરામણું છે.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું ‘સુનામી દરેક માટે ચેતવણી હતી, પરંતુ વીડિયોમાં વ્યુઝ મેળવવાનો શોર્ટકટ, પ્રખ્યાત થવાનો તેમજ પ્રસિદ્ધિ માટે જીવ જોખમમાં મૂકવાથી વધુ મૂર્ખતા શું હશે. આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ તેને મૂર્ખતાની હદ કહી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે આવા જ વીરોને બચાવા માટે એરફોર્સે પોતાનો જીવ જોખમમાં મુકવો પડશે. ત્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કરતા કમેન્ટ કરી છે કે, ‘માણસ હવે માણસ નથી રહ્યો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘દરેક વ્યક્તિએ ફેમસ બનવું છે, ભલે જીવ ગુમાવવો પડે.’

આ પણ વાંચો: Viral: આફ્રિકી યુવક કાઈલી પોલે હવે આ હિન્દી ગીત પર કર્યું લિપસિંગ, વીડિયો પર જુબિન નૌટિયલે કંઈક આ રીતે કર્યું રિએક્ટ

આ પણ વાંચો: Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">