શરમજનક ઘટના : ટ્રોલર્સે 7 મહિનાની બાળકીને પણ ન છોડી, સોશિયલ મીડિયા પર તેને લઇને કરી અભદ્ર ટિપ્પણીઓ

'દુનિયાભરના લોકો મારી બાળકી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવા લાગ્યા. હું તેમને ઓળખતી પણ ન હતી. મારી બાળકી ગોળમટોળ હોવા છતાં, તે સ્વસ્થ છે. પરંતુ ટ્રોલર્સે તેની દીકરીને કોમેન્ટ બોક્સમાં સુમો રેસલર કહી હતી.'

શરમજનક ઘટના : ટ્રોલર્સે 7 મહિનાની બાળકીને પણ ન છોડી, સોશિયલ મીડિયા પર તેને લઇને કરી અભદ્ર ટિપ્પણીઓ
7 Month old baby girl trolled badly on social media

ઇન્ટરનેટ (Internet) અને સોશિયલ મીડિયાના (Social Media) જેટલા ફાયદા છે તેટલા જ ગેર ફાયદાઓ પણ છે. સોશિયલ મીડિયા પર ઘણી વાર લોકો એક બીજાને ટ્રોલ (Troll) કરતા હોય છે અને આના કારણે જ ડિપ્રેશનના (Depression) કેસ પણ વધી રહ્યા છે. મોટા મોટા સ્ટાર્સનું ટ્રોલ થવુ તો સામાન્ય છે પરંતુ જો તમને ખબર પડે કે 7 મહિનાની બાળકીને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે, તો તમે તેના પર ભાગ્યે જ વિશ્વાસ કરી શકો છો. પણ તે બિલકુલ સાચું છે.

લોકોએ છોકરીના વાળ અને ચામડીને જ નહીં, પણ તેના વજનને લઈને પણ ટ્રોલ કરી છે. જરા વિચારો, જે માતાનું આ બાળક છે તેના પર વીતી હશે. પુત્રી પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીથી મહિલા માત્ર દુખી નથી, પણ તે ખૂબ નારાજ પણ છે.

એક અહેવાલ અનુસાર, અમરાહ બ્રાયને સોશિયલ મીડિયા પર પોતાની લાડલી દીકરીની તસવીર શેર કરી છે. તેને ખ્યાલ નહોતો કે કેટલાક લોકો તેની દીકરીને ટ્રોલ કરવાનું શરૂ કરશે. અજાણ્યા લોકો તરફથી મળેલી અપમાનજનક ટિપ્પણીઓથી અમરાહ ગુસ્સે છે. તેણે કહ્યું, મેં મારી 7 મહિનાની દીકરીનો વીડિયો ટિકટોક પર શેર કર્યો છે. કેટલાક લોકોને તે ગમ્યું, પરંતુ બાદમાં લોકોએ વિચિત્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું.

અમરાહના કહેવા મુજબ, લોકોએ તેની દીકરીને સુમો કુસ્તીબાજ અને નીચ કહેવા માંડ્યા. એટલું જ નહીં, તેઓએ દીકરીની ચામડી અને તેના વાળ વિશે પણ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. 20 વર્ષીય અમરાહ ટ્રોલર્સ પર ખૂબ ગુસ્સે છે. તેણે કહ્યું, હું પુત્રી મિયાના વાળને માવજત કરે છે. મેં આનો વીડિયો બનાવ્યો અને ટિકટોક પર શેર કર્યો, જે પાછળથી વાયરલ થયો. આ વીડિયો પર તેને 23 લાખથી વધુ વ્યૂઝ છે.

મિયાની માતાએ કહ્યું, ‘દુનિયાભરના લોકો મારી બાળકી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવા લાગ્યા. હું તેમને ઓળખતી પણ ન હતી. મારી બાળકી ગોળમટોળ હોવા છતાં, તે સ્વસ્થ છે. પરંતુ ટ્રોલર્સે તેની દીકરીને કોમેન્ટ બોક્સમાં સુમો રેસલર કહી હતી. જે બાદ અમરાહે ટ્રોલર્સને તેના પરિવાર પર ટિપ્પણી ન કરવાની અપીલ કરી હતી. તેણે લોકોને કહ્યું, તે મારી પુત્રી છે અને મારા માટે કિંમતી છે.

આ પણ વાંચો –

Crime News: પતિને રોજ પ્રોટીન શેકમાં ધીમુ ઝેર ભેળવીને પિવડાવી રહી પત્નિ, 30 કિલો વજન ઘટી જતા થયો પર્દાફાશ

આ પણ વાંચો –

ગજબ ! લગ્નમાં વરરાજા દારૂ પીને આવ્યો તો દુલ્હન ભાગી ગઇ પિતરાઇ ભાઇ સાથે, હાજર સૌ કોઇ આઘાતમાં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati