Magic Trick Video : 200 ટકાની ગેરંટી તમે આ વીડિયો વારંવાર જોશો, બાળકનું ટેલેન્ટ જ છે એટલું અદ્ભૂત

એક સ્કૂલનો છોકરો પથ્થરના ટુકડાઓ સાથે જાદુઈ કરતબો (Magic Trick)બતાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ વિચારતા હશો કે આ બાળકે આ કેવી રીતે કર્યું.

Magic Trick Video : 200 ટકાની ગેરંટી તમે આ વીડિયો વારંવાર જોશો, બાળકનું ટેલેન્ટ જ છે એટલું અદ્ભૂત
Magic Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 1:10 PM

જાદુ (Magic)ની રમત જોવાનું કોને ન ગમે ? બાળકો હોય કે વૃદ્ધ, દરેકને તેને જોવામાં રસ હોય છે. આ ગેમ જોવા માટે વયોવૃદ્ધ લોકો પણ બાળકો બની જાય છે એમ કહેવું ખોટું નહીં હોય. ખરેખર, જાદુ જેવી કોઈ વસ્તુ નથી. આ માત્ર હાથની સફાઈ છે. તેઓ નાની વસ્તુઓને અચાનક નજર સામેથી અદૃશ્ય કરી દે છે. મજાની વાત એ છે કે તેની આસપાસ બેઠેલા લોકોને તેની જાણ પણ નથી હોતી. હાલ એક સ્કૂલનો છોકરો પથ્થરના ટુકડાઓ સાથે જાદુઈ કરતબો (Magic Trick) બતાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ વિચારતા હશો કે આ બાળકે આ કેવી રીતે કર્યું.

વાયરલ થઈ રહેલો આ વીડિયો થોડી સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી તમે પણ કહેશો કે આ બાળક ટેલેન્ટેડ છે. આ વીડિયો એક સ્કૂલના ક્લાસરૂમમાં શૂટ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક બાળકો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બાળકો કેમેરામેનને કહે છે – આ બાળક જાદુ બતાવે છે. આ પછી છોકરો તેની બંને હથેળીઓ નીચે એક-એક પથ્થરનો ટુકડો રાખે છે. બીજી જ ક્ષણે બંને પથ્થરના ટુકડા એક જ હથેળીની નીચે આવી જાય છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

આ જોઈને કેમેરામેન પણ ચોંકી જાય છે. આ પછી, તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી, ત્યારે તે બાળકને ફરીથી આવું કરવા માટે કહે છે. તમે જોઈ શકો છો કે જ્યારે બાળક હાથની ચપળતા બતાવે છે, ત્યારે બાકીના વિદ્યાર્થીઓ હસતા હોય છે. કારણ કે, તેઓ પોતાના સાથીની અદભૂત પ્રતિભાથી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ દરમિયાન તેઓ વારંવાર કહે છે – આ બાળક જાદુ બતાવે છે. તો રાહ શેની જુઓ છો, તમે પણ જુઓ બાળકની આ જાદુઈ ટ્રિક.

View this post on Instagram

A post shared by Sahil Saifi (@sahil.aazam)

જાદુઈ ટ્રીક બતાવતા આ બાળકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર sahil.aazam નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – ટેલેન્ટેડ સ્ટુડન્ટ. હવે ભાઈ, આ બાળક પણ કૅપ્શન પ્રમાણે બરાબર તેની જાદુઈ ટ્રિક બતાવે છે. બાળકનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સને પણ તેની આવડત પર વિશ્વાસ આવી ગયો છે.

લોકો આ વીડિયોને કેટલો લાઈક કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના અપલોડથી અત્યાર સુધીમાં 58 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘બાળકે અદભૂત સ્પીડ સાથે અહીંનું ત્યાં કરી દીધું.’ ત્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘હું ટ્રિક સમજી ગયો, પરંતુ આ બાળકને મારૂ હેટ્સ ઓફ છે.’ એકંદરે, લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. અને તેઓ તેનો આનંદ પણ લઈ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">