ઐસા કોન કરતા હે ભાઇ! સમોસા પર સીરિયલ નંબર લખીને આપતા તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

કેટલાક લોકો સવાલનો જવાબ શોધી રહ્યા છે તો કેટલાક લોકો જાતે જ પોતાનું મગજ ચલાવી રહ્યા છે. કેટલાક લોકો તો સમજી પણ ગયા છે કે સમોસા પર નંબર કેમ છાપવામાં આવ્યો છે.

ઐસા કોન કરતા હે ભાઇ! સમોસા પર સીરિયલ નંબર લખીને આપતા તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
Samosas with serial number photo goes viral

સમોસાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. વરસાદ પડતો હોય ત્યારે તો ચા સાથે સમોસા ખાવાની મજા જ કઇંક અલગ હોય છે. એજ કારણ છે કે દેશમાં તમામ સ્થળોએ લોકો તમને સમોસા ખાતા જોવા મળશે. ભારતીય લોકોના દિલમાં આજે સમોસા માટે જે જગ્યા છે તે અન્ય કોઇ સ્નેક્સ માટે નથી. તેવામાં જો કોઇ સમોસા સાથે અજીબ હરકત કરી દે છે તો તે ચર્ચાનો વિષય બની જાય છે.

સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીર સમોસા સાથે જોડાયેલી છે. આ તસવીરે કેટલાક સમોસા લવર્સને ચોંકાવી દીધા છે. વાયરલ તસવીરમાં 2 સમોસા દેખાઇ રહ્યા છે અને તેના પર કઇંક નંબર લખેલો છે. જે સીરિયલ નંબરની જેમ લાગી રહ્યો છે. આ જોઇને કેટલાક લોકો વિચારમાં પડી ગયા કે સમોસા પર સીરિયલ નંબર છાપવાની શું જરૂર પડી ?

 

જ્યાં કેટલાક લોકો સવાલનો જવાબ શોધી રહ્યા છે તો કેટલાક લોકો જાતે જ પોતાનું મગજ ચલાવી રહ્યા છે. કેટલાક લોકો તો સમજી પણ ગયા છે કે સમોસા પર નંબર કેમ છાપવામાં આવ્યો છે. આ તસવીર ટ્વીટર યૂઝરે @nitinmisra પરથી શેર કરી છે. તેમણે આ સમોસા ઓર્ડર કર્યા હતા. પરંતુ જ્યારે તેઓ સમોસા ખાવા બેઠા તો તેમણે જોયુ કે તેના પર કઇંક નંબર છાપેલો છે. પછી શું તેમણે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો અને તે ઝડપથી વાયરલ થયો.

આ ફોટો જોયા બાદ એક યૂઝરે લખ્યુ કે, લાગે છે તમારો રસોઇયો બીગ બી પાસેથી પ્રેરણા લે છે જે પોતાના દરેક ટ્વીટને નંબર આપે છે. કેટલાક યૂઝર્સ પ્રમાણે, બેંગલુરુ અને ગુડગાંવ બેસ્ડ એક બ્રાન્ડ સમોસા પર એક ખાસ પ્રકારનો નંબર છાપે છે. ન્યૂઝ લખાયા ત્યા સુધીમાં આ ટ્વીટને 12 હજારથી વધુ લાઇક્સ, 500 થી વધુ રીટ્વીટ્સ અને 100 થી વધુ લોકોની પ્રતિક્રિયા મળી ચૂકી છે.

આ પણ વાંચો –

લો બોલો , ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પક્ષીનું હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસક્યૂ ! વીડિયો જોઈને લોકોએ કહ્યું “માનવતા હજુ જીવંત છે”

આ પણ વાંચો –

IND vs ENG: જસપ્રિત બુમરાહે શૂન્ય પર ‘ડાયમંડ ડક’ આઉટ થઇને અનોખો અણગમતો રેકોર્ડ નોંધાવ્યો, જાણો શુ છે ‘ડાયમંડ ડક’ વિકેટ

Click on your DTH Provider to Add TV9 Gujarati