આ નોકરી માટે દુ:ખી અને આળસુ લોકોની જરુરત છે! Viral જાહેરાત જોઈ બેરોજગારોએ આપી આવી પ્રતિક્રિયા

હાલમાં ટ્વિટર પર એક અજીબોગરીબ નોકરીની જાહેરાત (Weird Job Advertisement) વાયરલ થઈ રહી છે. આ જાહેરાતને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. તેમા કોઈ પણ અનુભવ અને ટેલેન્ટની જરુરત નથી.

આ નોકરી માટે દુ:ખી અને આળસુ લોકોની જરુરત છે! Viral જાહેરાત જોઈ બેરોજગારોએ આપી આવી પ્રતિક્રિયા
Viral Advertisement
Image Credit source: twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 01, 2022 | 5:26 PM

આજના જમાના દરેક વ્યક્તિ પોતાની પસંદની નોકરી (Job) શોધી રહ્યો હોય છે. એક એવી નોકરી જે તેની ડ્રિમ જોબ હોય, તેના ટેલેન્ટ સાથે બંધબેસતી હોય અને તેની સેલરીથી તે પોતાની પરિવારનું ગુજરાન કરી શકે અને પોતના મોજશોખ પણ પૂરા કરી શકે. પણ આજના સમયમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. કહેવાય છે કે નોકરી મળી, સમજો કે ભગવાન મળી ગયા. દુનિયામાં કેટલાક એવા લોકો પણ હોય છે જેમને કોઈની પરવાહ નથી હોતી. આવા લોકોમાં કોઈ ખાસ ટેલેન્ટ હોતુ નથી અને આખો દિવસ આળસુની જેમ પડી રહેતા હોય છે. હાલમાં ટ્વિટર પર એક અજીબોગરીબ નોકરીની જાહેરાત (Weird Job Advertisement) વાયરલ થઈ રહી છે.

આ જાહેરાતને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. તેમા કોઈ પણ અનુભવ અને ટેલેન્ટની જરુરત નથી. દરેક નોકરી માટે કેટલીક ખાસ ડિગ્રી અને આવડતની જરુરત હોય છે. દરેક કંપની એવા લોકોને જ નોકરીએ રાખવા માંગતા હોય છે જે ડિગ્રી અને આવડતની સાથે સાથે મહેનતુ પણ હોય. આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ વિચિત્ર જોબની જાહેરાત વાયરલ થઈ રહી છે, જેને જોઈને દરેક વ્યક્તિ હસવા મજબૂર થઈ જાય.

આ રહી એ વાયરલ જાહેરાત

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કંપનીને આળસુ અને નાખુશ, દુ:ખી લોકોની જરૂર છે? કદાચ તમે સાંભળ્યું નહીં હોય, પરંતુ વાયરલ થઈ રહેલી જાહેરાતમાં કંપનીને કેટલાક આવા કર્મચારીઓની જરૂર છે. આળસુ અને નાખુશ હોવું એ લોકોની ખરાબ આદતોમાં ગણવામાં આવે છે. આ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે એવા સ્ટાફની જરૂર છે, જે આળસુ અને નાખુશ હોય, જેથી તેઓ અહીં કામ કરતા સ્ટાફ સાથે ભળી શકે. સૌથી મહત્વની બાબત એ જાહેરાતમાં લખવામાં આવી છે કે ઉમેદવારે આવતા પહેલા સીવી એટલે કે બાયોડેટા લાવવો અને સ્નાન કરીને આવવુ પડશે.

આ નોકરીની જાહેરાત ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને સૌથી મજાની વાત એ છે કે લોકો આ નોકરીને ખુબ પસંદ પણ કરી રહ્યા છે, કારણ કે તેમાં ન તો ટેલેન્ટની જરૂર છે અને ન તો કોઈ અનુભવ માંગવામાં આવ્યો છે. આ પોસ્ટ પર લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘મારે આ નોકરી જોઈએ છે, પરંતુ હું ખૂબ જ આળસુ છું અને તેથી ઈન્ટરવ્યૂ માટે આવી શકતો નથી’. જ્યારે કોઈએ લખ્યું છે કે ‘હું આ નોકરી માટે બન્યો છું’ તો કોઈ પૂછે છે કે ‘મારે ઈન્ટરવ્યુ માટે ક્યાં આવવું પડશે.’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati