Russia-Ukraine War : યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે વાત કરી- કહ્યું, ‘તમારે ગભરાવાની જરૂર નથી’

રાજસ્થાન સરકારે યુક્રેનમાં ફસાયેલા રાજસ્થાની વિદ્યાર્થીઓની મદદ માટે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે યુક્રેનમાં ફસાયેલા રાજસ્થાની વિદ્યાર્થીઓના વાલીઓ પોર્ટલ દ્વારા તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી શકશે. સરકારના આ પોર્ટલ દ્વારા રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની માહિતી મેળવશે.

Russia-Ukraine War : યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે વાત કરી- કહ્યું, 'તમારે ગભરાવાની જરૂર નથી'
Rajasthan CM Ashok Gehlot talks to students who trapped in Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:56 PM

રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચે અત્યારે ઘમસાણ યુદ્ધ ચાલુ છે; ત્યારે રાજસ્થાન સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot)આજે મંગળવારે યુક્રેનના (Ukraine) માયકોલેવ શહેરમાં અભ્યાસ કરતી જયપુરની બે વિદ્યાર્થીનીઓ સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરીને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગેહલોતે વિદ્યાર્થિનીઓને સુરક્ષિત ભારત પરત ફરવાની શુભેચ્છા પણ પાઠવી હતી.

રશિયા-યુક્રેન વચ્ચે અત્યારે ઘમસાણ યુદ્ધ ચાલુ છે. ત્યારે આ તંગ પરિસ્થિતિમા ફસાયેલા રાજસ્થાનના વિદ્યાર્થીઓની સ્થિતિનો તાગ મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટેલિફોન ઉપર વાતચીત કરીને ચિંતા વ્યક્ત કરી છે; રાજસ્થાન સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આજરોજ મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વીડિયો કોલ દ્વારા યુક્રેનના માયકોલેવ શહેરમાં ભણતી જયપુરની બે છોકરીઓ સાથે વાત કરી હતી. બંને વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું. આ દરમિયાન ગેહલોતે બંને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી અને તેઓને સુરક્ષિત રીતે ભારત પરત ફરવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થિનીઓને ખાતરી આપી કે સરકાર દરેક કદમ પર તેમની સાથે છે.

હાલમાં લગભગ 18000 વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા છે, જેમાંથી 500થી વધુ વિધાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૂર્વે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર લખીને યુક્રેનમાં ફસાયેલા દેશ અને રાજ્યના વિદ્યાર્થીઓની ઝડપથી અને સુરક્ષિત વતન વાપસી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

તમારે જરાપણ ગભરાવવાની જરૂર નથી – ગેહલોત

વીડિયો કોલ પર વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને કહ્યું કે, ‘તમારે જરાપણ ગભરાવવાની જરૂર નથી. ગઈકાલે તમારા પિતા આવ્યા હતા અને તે ખૂબ જ નર્વસ હતા. સરકાર તમને સંપૂર્ણ મદદ કરશે. તમારા દિલ્હી પહોંચતાની સાથે જ રાજસ્થાનના અધિકારીઓ તમને એરપોર્ટ પર મળશે અને તમને કોઈપણ સમસ્યા થવા દેવામાં આવશે નહીં.”

ગેહલોત સરકારે પોર્ટલ શરૂ કર્યું –

રાજસ્થાન સરકારે યુક્રેનમાં ફસાયેલા રાજસ્થાની વિદ્યાર્થીઓની મદદ માટે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે યુક્રેનમાં ફસાયેલા રાજસ્થાની વિદ્યાર્થીઓના વાલીઓ પોર્ટલ દ્વારા તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી શકશે. સરકારના આ પોર્ટલ દ્વારા રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની માહિતી મેળવશે.

આ અંગે, ગેહલોત સરકારે જાહેરાત કરી હતી કે રાજસ્થાની વિદ્યાર્થીઓ માટે ટિકિટના રિચાર્જથી લઈને તેમના ઘરે પરત ફરવા સુધીનો સમગ્ર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. તેમણે બાળકોની મદદ માટે રાજસ્થાન ફાઉન્ડેશનના કમિશનર ધીરજ શ્રીવાસ્તવને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આજરોજ ઉદયપુર 20 વિદ્યાર્થીઓ ઉદયપુરના ડબોક એરપોર્ટ પર પહોંચ્યા છે.

આ પણ વાંચો – Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની કાર્યવાહી, જાણો કેટલી મિલકતો સીલ કરી

આ પણ વાંચો – સાઉથ આફ્રિકાને લૂંટનારા યુપીના ‘ગુપ્તા બ્રધર્સ’ સકંજામાં, ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">